વડિયા ના મોરવાડા ગામે વિકાસ કાર્યોનુ ખાતમુર્હત કરતા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા

વડિયા ના મોરવાડા ગામે વિકાસ કાર્યોનુ ખાતમુર્હત કરતા નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા
ભૂગર્ભ ગટર, બ્લોક રોડ અને કોજવે નુ કરાયું ખાતમુર્હત
રામ મંદિર જીણોધ્ધાર કાર્યની મુલાકાત લીધી
વડિયા
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા એવા વડિયા ના મોરવાડા ગામે નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા દ્વારા સરકાર માંથી મંજુર થયેલા વિકાસ કાર્યોનુ ખાતમુર્હત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમા મોરવાડા ગામે કોજવે, ભૂગર્ભ ગટર અને બ્લોક રોડ ની કામગીરી માટે ખાતમુર્હત કરાયા હતા. આ સાથે ગામમાં આવેલા વર્ષો જુના રામ મંદિર નો જીણોદ્ધાર કરવાની કામગીરી શરુ હોવાથી તેની પણ મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ માં નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા, તાલુકા પંચાયત પ્રમુખ પરષોત્તમ હિરપરા,તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમ્મર, યુવા ભાજપ મહામંત્રી અનિરુદ્ધ બોરીચા,ભાજપ અગ્રણી તુષાર ગણાત્રા,તાલુકા પંચાયત ઉપ પ્રમુખ મનોજ હપાણી, સરપંચ પુનાભાઈ ઠુંમ્મર,પ્રતાપભાઈ બસીયા,તખુભાઈ બસીયા સહીત ના આગેવાનો અને સ્થાનિક લોકો જોડાયા હતા ગામડાના વિકાસ કાર્યો શરુ થતા ગામની સુવિધાઓ વધતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300