જસદણના વિદ્યાર્થીઓ ઇન્ટર ડોજો કરાટે ચેમ્પિનશિપમાં ઝળક્યા

જસદણના વિદ્યાર્થીઓ ઇન્ટર ડોજો કરાટે ચેમ્પિનશિપમાં ઝળક્યા: કોચ તુષાર કાલિયાની સરાહના
તાજેતરમાં જેતપુર ખાતે ઇન્ટર ડોજો કરાટે ચેમ્પયનશિપ યોજાય હતી જેમાં કુલ મળી નવ વિધાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી જસદણના સાત વિધાર્થીઓ ઝળક્યા હતાં ખાસ કરીને અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં મોખરે રેહતા તેમનાં પરિવારજનોને ઠેર ઠેરથી શુભેચ્છા પ્રાપ્ત થઈ રહી છે જસદણમાં હાલ શિક્ષણની સાથોસાથ કરાટેનો પણ જબરો ક્રેઝ વધી રહ્યો છે ત્યારે જસદણના વિદ્યાર્થીઓ ધ્યાના ભટ્ટ, ધનવીન અંબાણી, જેનીલ મકવાણા, હેમિશ પરમાર, જીનાય છાયાણી, હિરવા ભટ્ટ, અભય જાપડીયા સહિતનાં વિદ્યાર્થીઓએ પોતાનું કૌશલ્ય દાખવી નાની વયમાં જુદા જુદા મેડલ મેળવી પોતાના પરિવાર ગામ અને સમાજનું નામ રોશન કર્યું હતું કોચ તરીકે તુષારભાઈ કાલિયાએ પોતાની સેવા આપી હતી.
રીપોર્ટ રસિક વીસાવળીયા જસદણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300