ગીર મધ્યમાં આવેલ કનકેશ્વરી ધામમાં માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ સંપન્ન

ગીર મધ્યમાં આવેલ કનકેશ્વરી ધામમાં માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ સંપન્ન
વિસાવદર પાસેના ગીર જંગલમાં ગિરિકંદરાઓની વચ્ચે આદ્યશક્તિ માતા કનકેશ્વરીના બેસણા છે. આ તિર્થધામમાં માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ એટલે કે પાટોત્સવ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાયો.
પાટોત્સવના મુખ્ય મનોરથી શેઠ શ્રી અનિલભાઈ અમૃતલાલ શાહ તેમજ કિરણબેન અમૃતલાલ શાહ પરિવાર દ્વારા માતાજી કનકેશ્વરી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા ચાલતી ગૌશાળામાં ગૌમાતા નું પૂજન કરી રાજરાજેશ્વરી આદ્યશક્તિ કનકેશ્વરી માતાજીને અભિષેક કરી, હોમાત્મક યજ્ઞ તથા માતાજીને રાજભોગ થાળ ધરવામાં આવેલ. તેમજ માતાજીને અન્નકૂટ ધરી માતાજીને શણગાર સજવામાં આવેલ. ત્યારબાદ મુખ્ય મનોરથી તથા મહેમાન શ્રીઓએ પૂજા, અર્ચના અને આરતી સાથે સૌના કલ્યાણ ભાવનાની પ્રાર્થના કરેલ.
આજના પાટોત્સવ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રીનરેન્દ્રભાઈ જાની, ટ્રસ્ટી શ્રીઅતુલભાઇ ગાંધી, મેનેજર દેવાંગભાઈ ઓઝા, રાજુભાઈ મહેતા, મહેન્દ્રભાઈ ગાંધી, ઉદયભાઇ મહેતા, તેમજ માય ભક્તો ઉપસ્થિત રહેલ.
રિપોર્ટ સી. વી. જોશી વિસાવદર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300