પાટણ: જિલ્લા ચૂંટણી અધિકારી એ જિલ્લા માહિતી કચેરી ખાતે એમ.સી.એમ.સી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું

પાટણ: જિલ્લા ચૂંટણી અધિકારી એ જિલ્લા માહિતી કચેરી ખાતે એમ.સી.એમ.સી કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું
Spread the love

ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની જાહેરાત થતા જિલ્લા માહિતી કચેરી, પાટણ ખાતે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ કમિટી સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજયને ઉદ્ધાટન કરી વિધિવત શરૂઆત કરાવી હતી. લોકસભા ચૂંટણી દરમિયાન જિલ્લાના મિડીયાના પ્રતિનિધિઓને રોજબરોજની ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા તેમજ મીડિયા સંબંધિત બાબતો નું ધ્યાન રાખવા માટે મિડીયા સેન્ટરનો પ્રારંભ કરાયો છે.

એમસીએમસી કેન્દ્ર ખાતે પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાનું નિષ્ણાત ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. વિવિધ પ્રચાર માધ્યમોમાં આવતા પેઇડ ન્યુઝ, ફેક ન્યુઝ તેમજ આચારસંહિતા ભંગ સહિતની બાબતોનું દૈનિક રીતે મોનીટરીંગ કરવામાં આવશે. જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત એમ.સી.એમ.સી સેન્ટરમાં ટેલિવિઝન ગોઠવવામાં આવ્યા છે. આ ટેલિવિઝનમાં સ્થાનિક, પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય ન્યુઝ ચેનલમાં પાટણને લગતી બાબતોનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણીલક્ષી બાબતો પર ખાસ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. જે ચૂંટણીના વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરતી હોય અને આદર્શ આચારસંહિતાનો ભંગ કરતી હોય તેવી બાબતો પર ચાંપતી નજર રાખી નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે કામગીરી એમ.સી.એમ.સી સેન્ટરમાં કરવામાં આવશે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનું પણ ઝીણવટ ભર્યું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

એમ.સી.એમ.સી કંટ્રોલરૂમમાં ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન સતત કાર્યરત રહેશે. પત્રકારોને પ્રેસ બ્રીફીંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એસ.સી.એમ.સી સેન્ટરના પ્રસંગે ઉદ્ઘાટન પ્રસંગે નિવાસી અધિક કલેકટર બી.એસ.પટેલ, નાયબ ચૂંટણી અધિકારી એ.પી.ઝાલા, પાટણ પ્રાંત અધિકારી મિતુલ પટેલ, નાયબ માહિતી નિયામક અમિત ગઢવી, સિનિયર સબ એડિટર મિલીંદ ડાભી, ફોટોગ્રાફર સંજયભાઈ પરમાર, વિડિયોગ્રાફર જલ્પેશ પરમાર તેમજ જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ અને એમ.સી.એમ.સી સેન્ટરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240316-WA0102.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!