નાથદ્વારા : સેવા કર્મીઓ માટે ‘સ્વસ્થ વિમા યોજના’ નો પ્રારંભ કરાવતા શ્રી વિશાલબાવા

નાથદ્વારા મંદિરમાં તિલકાયતશ્રીના જન્મોત્સવના શુભ પ્રસંગે સેવા કર્મીઓ માટે ‘સ્વસ્થ વિમા યોજના’ નો પ્રારંભ કરાવતા શ્રી વિશાલબાવા
પુષ્ટિમાર્ગીય મુખ્ય મંદિર પ્રભુ શ્રીનાથજી હવેલીના પીઠાધિશ્વર પૂ.ગો.તિ.૧૦૮ શ્રીરાકેશજી (શ્રીઇન્દ્રદમનજી) મહારાજશ્રીના તા.૧૬-૩-૨૦૨૪ ના રોજ ૭૫ માં જન્મોત્સવ પ્રસંગે પૂ.ગો.તિ.૧૦૮ શ્રીરાકેશજી (શ્રીઇન્દ્રદમનજી) ની આજ્ઞા સાથે ગો.ચિ.૧૦૫ શ્રીવિશાલબાવાની પ્રેરણા અને આશીર્વાદથી શ્રીનાથજી મંદિરમાં સેવા કરનારા સેવકોની તંદુરસ્તીને ધ્યાનમાં રાખી તેમના સ્વાસ્થ્ય માટે વિમા યોજનાનો સારી રીતે લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ.
ઉપરોક્ત સ્વાસ્થ્ય વિમા યોજના શ્રીમાન તિલકાયશ્રીની આજ્ઞા અને શ્રીવિશાલબાવાની પ્રેરણાથી આ યોજના અંતર્ગત આયુષ્યમાન ભારત કાર્ડમાં મળતા લાભો મંદિર મંડળ દ્વારા કરવામાં આવશે.
મંદિરમાં જેટલા સેવાભાવી કર્મચારીઓ છે. તેમના દરેકના કાર્ડ મંદિર દ્વારા બનાવવામાં આવશે. જે તૈયાર થઈ ગયેલા કાર્ડનું વિતરણ આજના શ્રીતિલકાયતના જન્મોત્સવ પ્રસંગે વિશાલબાવાના વરદ હસ્તે વિતરણ કરવામાં આવશે.
આજના પ્રસંગે શ્રીવિશાલબાવાએ મંદિરમાં સેવા કરનારના સ્વાસ્થ્ય સંબંધિત સારવારમાં કોઈ પણ પ્રકારની ખામી ન આવે, તે બાબતથી સૌને વાકેફ કર્યા. સાથો સાથ ઉપસ્થિત તમામને સ્વસ્થ જીવનના આશીર્વાદ પાઠવેલ. તેમ વિસાવદરના પ્રતિનિધિ કેયુરભાઈ અભાણીની અખબાર યાદી જણાવે છે.
રિપોર્ટ સી. વી. જોશી. વિસાવદર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300