મારી ઈનિંગથી ભારતીય ટીમને વિજય ન અપાવી શક્્યોઃ રવીન્દ્ર જાડેજા

ન્યુ દિલ્હી,
ટીમ ઈÂન્ડયાનું વિશ્વ ચેÂમ્પયન બનવાનું સપનું તૂટી ગયું છે. મેચ બાદ કેપ્ટન કોહલીએ ફેન્સને ઇમોશનલ ટ્વીટ કરતા આભાર માન્યો. તેણે લખ્યું, ‘સૌથી પહેલા હું અમારા તમામ પ્રશંસકોને ધન્યવાદ આપવા ઈચ્છું છું, જે ટીમનું સમર્થન કરવા માટે મોટી સંખ્યામાં આવ્યા. તમે અમારા બધા માટે એક યાદગાર ટૂર્નામેન્ટ બનાવી દીધી અને અમે ચોક્કસપણે તમારા પ્રેમનો અનુભવ કર્યો. અમે બધા નિરાશ છીએ અને તમારા જેવી ભાવનાઓને શેર કરી રહ્યાં છીએ. અમારી પાસે જે હતું તે અમે આપ્યું.. જય હિંદ.’
૭૭ રન બનાવનાર જાડેજાએ ટ્વીટમાં લખ્યું- રમતને મને ક્્યારેય હાર ન માનવી અને પડીને ઊભા થતાં શીખવાડ્યું છે. હું પ્રશંસકો, જે મારા પ્રેરણા સ્ત્રોત છે,ને ધન્યવાદ ન આપી શક્્યો. તમારા સહયોગ માટે આભાર. પ્રેરણા આપતા રહો અને હું મારા અંતિમ શ્વાસ સુધી મારૂ સર્વશ્રેષ્ઠ આપીશ. લવ યૂ ઓલ. જડ્ડૂના આ ટ્વીટમાં ટીમ ઈÂન્ડયાની હારની નિરાશા જાવા મળી રહી છે. તે નિરાશ છે કે પોતાની ઈનિંગથી વિજય ન અપાવી શક્્યો.
ટૂર્નામેન્ટમાં વચ્ચે ઈજાગ્રસ્ત થયા બાદ સ્વદેશ પરત ફરનાર શિખર ધવને પણ ટ્વીટ કર્યું. તેણે લખ્યું- અમે શાનદાર ફાઇટ આપી. તમારી Âસ્પરિટને સલામ. ફાઇનલમાં પહોંચવા માટે ન્યૂઝીલેન્ડને શુભેચ્છા.
ટીમ ઈÂન્ડયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે લખ્યું- ટીમના સાથી, કોચ, સપોર્ટ સ્ટાફ, પરિવાર અને અમારા માટે સૌથી મહત્વના તમે બધા પ્રશંસકોને દિલથી ધન્યવાદ. અમારી પાસે જે પણ હતું અમે ન્યોછાવર કરી દીધું.
આભાર – નિહારીકા રવિયા