સેમિ ફાઇનલ હારીને પણ ભારતીય ક્રિકેટ ટીમ કરોડપતિ બની ગઈ..!!

ન્યુ દિલ્હી,
વર્લ્ડ કપ ૨૦૧૯ની સેમિ ફાઇનલમાં ટીમ ઇÂન્ડયાની હારની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાહકો તેમજ નિષ્ણાતો ભારતીય ટીમની હારનું વિશ્લેષણ કરી રહ્યા છે. જાકે, આ હાર વચ્ચે પણ ટીમ ઇÂન્ડયા કરોડપતિ બનીને ભારત પરત ફરશે. હકીકતમાં લંડનના ઐતિહાસિક લોડ્ર્સ મેદાન પર યોજનાર ફાઇનલમાં વિજેતા થનારી ટીમને ચમકતી ટ્રોફીની સાથે સાથે ચાર મિલિયન ડોલર (આશરે ૨૮ કરોડ રૂપિયા)નો ચેક આપવામાં આવશે. જાકે, સેમિ ફાઇનલમાં હારનારી બંને ટીમોને ૫.૫-૫.૫ કરોડ રૂપિયા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે ક્રિકેટ વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી રકમ દાવ પર છે.
નોંધનીય છે કે ચેÂમ્પયન્સ લીગ દુનિયાની સૌથી મોટી ફૂટબોલ લીગ છે. તેની વિજેતા ટીમને ઇનામ સ્વરૂપે રૂ. ૧૫૦ કરોડ આપવામાં આવે છે. અમેરિકામાં યોજનારા બોસ્કેટબોલ ટૂર્નામેન્ટ એનબીએ વિજેતાને રૂ. ૧૩૯ કરોડ આપવામાં આવશે. આ બંનેની સરખામણીમાં વન ડે વર્લ્ડ કપ ચેÂમ્પયનને બહુ ઓછી રકમ મળે છે.
વર્લ્ડ કપ ૨૦૧૯ વિજેતા ટીમને રૂ. ૨૮ કરોડ, એક ટ્રોફી અને ખેલાડીઓને વિનર બેઝ આપવામાં આવશે. વર્લ્ડ કપ ૨૦૧૯ની ઉપ-વિજેતા ટીમને રૂ. ૧૪ કરોડ અને ખેલાડીઓને રનરઅપ બેઝ આપવામાં આવશે. વર્લ્ડ કપ ૨૦૧૯ની સેમિ ફાઇનલ હારનાર ટીમોને રૂ. ૫.૫-૫.૫ કરોડ આપવામાં આવશે.