ફ્લોર ટેસ્ટમાં તૈયાર, સ્પીકર તારીખ નક્કી કરે – કુમારસ્વામી

ફ્લોર ટેસ્ટમાં તૈયાર, સ્પીકર તારીખ નક્કી કરે – કુમારસ્વામી
Spread the love

ન્યુ દિલ્હી,
કર્ણાટકમાં કોંગ્રસે અને જેડીએસ ગઠબંધન સરકારના ૧૬ બળવાખોર ધારાસભ્યોના રાજીનામાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. શુક્રવારે કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ જણાવ્યું કે તે વિધાનસભામાં વિશ્વાસનો મત માંગશે અને તેમણે આ માટે સ્પીકર કે આર રમેશ કુમારને સમય નિર્ધારિત કરવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટના આદેશના કલાકો બાદ કુમારસ્વામીએ જણાવ્યું કે, ‘હું તમામ બાબતો માટે તૈયાર છું અને હું અહીં સત્તાને વળગી રહેવા માટે નથીપમે ગૃહમાં વિશ્વાસનો પ્રસ્તાવ મેળવવાનો નિર્ધાર કર્યો છે, મહેરબાની કરીને આનો સમય નક્કી કરવામાં આવે.’ કર્ણાટક વિધાનસભાના સત્રનો આજથી પ્રારંભ થયો છે. ભાજપના નેતા યેદિયુરપ્પાએ ભાજપના તમામ ધારાસભ્યોને વ્હીલ જાહેર કરીને ગૃહ ચાલે ત્યાં સુધી ફરજિયાત હાજર રહેવા જણાવ્યું છે.

કર્ણાટકના બળવાખોર ધારાસભ્યોની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા મંગળવાર સુધી યથાÂસ્થતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પીકરને ધારાસભ્યોના રાજીનામા પણ નિર્ણય લેવા માટે મંગળવાર સુધીનો સમય આપ્યો છે. જ્યારે હવે આ મામલે આગામી સુનાવણી ૧૬ જુલાઈ(મંગળવારે) થશે. રાજીનામા પણ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે. જ્યારે આ પહેલા કોર્ટમાં સુનાવણી દરમિયાન ફરિયાદીઓએ દલીલ કરતા કહ્યું છે કે ૧ જુલાઈથી જ અમે રાજીનામું આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ સ્પીકરે અમારા રાજીનામા મંજૂર કર્યા નથી.

મીડિયા રિપોર્ટ મુજબ બળવાખોર ધારાસભ્યોના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે સ્પીકર રાજીનામા મંજૂર ન કરી તેને અયોગ્ય જાહેર કરવાની કોશિશ કરી રહ્યા છે. ઉપરાંત તેમને કહ્યું કે રાજીનામા પર નિર્ણય લેવાનો વિધાનસભા સ્પીકરના અધિકાર ક્ષેત્રથી કોઈ લેવા દેવા નથી. સ્પીકરનો ઉદ્દેશ્ય રાજીનામાની પ્રક્રિયાને બાકી રાખી ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવા છે. તેથી આ પરિસ્થતિઓમાં રાજીનામા બિનઅસરકારક થઈ શકે. જા સ્પીકર રાજીનામા પર નિર્ણય ન લે તો આ સીધે-સીધે કોર્ટની અવગણના છે.

જ્યારે બીજી તરફ સ્પીકરના વકીલ અભિષેક મનું સિંઘવીએ દલીલ શરૂ કરી તો ચીફ જÂસ્ટસે પૂછ્યું કે શું સ્પીકર સુપ્રીમ કોર્ટના અધિકારીને પડકારી રહ્યા છે? આ વિશે જવાબ આપતા સિંઘવીએ કહ્યું કે ધારાસભ્યોનો રાજીનામું આપવાનો ઉદ્દેશ્ય અયોગ્ય જાહેર કરવાની કાર્યવાહીથી બચવાનો છે. ૧૯૭૪માં બંધારણ સુધારાના માધ્યમથી આ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે રાજીનામા પર નિર્ણય લેતા પહેલા આ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે આ યથાર્થ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!