રોટરી ક્લબ ઓફ કડી નો સપથવિધિ સમારોહ

સમાજ ઉપયોગી કાર્યો કરતી રોટરી ક્લબ ઓફ કડીનું સફળ વર્ષ ૨૦૧૮/૨૦૧૯ રોટરી પ્રમુખ કપિલભાઈ ત્રિવેદી અને સેક્રેટરી કેતનભાઈ પટેલ પૂર્ણ થતા નવા વર્ષ માટે રોટરી,રોટરેકટ અને ઈન્ટરેકટ પ્રેસિડેન્ટ,સેક્રેટરી અને મેન્બરોની નિમણુકનો કાર્યક્રમ સર્વ વિદ્યાલય,કડી ખાતે એમ.એમ.પટેલ સાહેબ હોલ ખાતે યોજાયી ગયો.જેમાં વર્ષ ૨૦૧૯-૨૦ ના પ્રેસિડેન્ટ તરીકે ડો. વિજયભાઈ ચાવડા તથા સેક્રેટરી તરીકે ચિરાગભાઈ ઠાકર નિમાયા. આ સમારોહમા સપથવિધિ અધિકારી ડો. અરુણ પરીખ તથા શ્રી ઉર્મીલ વેદ હાજર રહી નવા નીમાયેલા પ્રેસિડેન્ટ,સેક્રેટરી અને મેમ્બરોને સપથ લેવડાવ્યા હતા. સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે કડીના જાણીતા ઉદ્યોગપતિ શ્રી દિલીપભાઈ પટેલ અને શ્રી સૌરીનભાઈ પરીખ,કડીના જાણીતા ડોક્ટર અને સર્વ વિદ્યાલય કેળવણી મંડળનાં મંત્રી મણીભાઈ પટેલ જાણીતા બિલ્ડર શૈલેષભાઈ પટેલ તથા જસવંતભાઈ ગાંધી હાજર રહ્યા હતા.રોટરેકટ પ્રેસિડેન્ટ તરીકે ચૈતન્ય પટેલ તથા સેક્રેટરી તરીકે જૈમીલ પ્રજાપતિ ની નિમણૂક થઇ. આ વર્ષે ઈન્ટરેકટ ક્લબ શરૂ કરવામાં આવી હતી.