હિમા દાસે ઇતિહાસ રચ્યોઃ ૧૧ દવસમાં ત્રીજા ગોલ્ડ મેડલ જીત્યો

હિમા દાસે ઇતિહાસ રચ્યોઃ ૧૧ દવસમાં ત્રીજા ગોલ્ડ મેડલ જીત્યો
Spread the love

મુંબઇ,
ભારતની સ્ટાર રનર હિમા દાસે ચેક રિપÂબ્લક ખાતે યોજાયેલી ક્લાન્દ્રો મેમોરિયલ એથલેટિક્સ મીટમાં વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. હિમા દાસે ૧૧ દિવસમાં આ ત્રીજા ગોલ્ડ મેડલ જીત્યો છે.
હિમાએ માત્ર ૨૩.૪૩ સેકન્ડના સમયગાળામાં આ સુવર્ણ પદક પોતાને નામે કર્યો છે. આ પહેલા હિમાએ પાછલા અઠવાડિયામાં ૨જી અને ૬ જુલાઇના રોજ પોલેન્ડમાં કુટનો એથલેટિક્સ મીટમાં મહિલાઓની ૨૦૦ મીટર દોડમાં આંતરરાષ્ટÙીય સુવર્ણ પદક હાંસલ કર્યો હતો.
તો અગાઉ હિમા દાસે પોલેન્ડમાં કુટને એથલેટિક્સ મીટમાં હિમાએ ૬ જુલાઇના રોજ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. હિમાએ આ ગોલ્ડ મેડલ ૨૩.૯૭ સેકન્ડના સમયગાળામાં જ પોતાના નામ કર્યો હતો.
આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાય મહિનાઓથી પીઠની સમસ્યાથી હિમા લડી રહી છે તેમ છતાં પણ હિમાએ અદ્ભુત પ્રદર્શન કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!