ટીમ મેનેજમેન્ટે નંબર-૪ પર સારા પ્લેયરને તૈયાર કરવાની જરૂર હતીઃ યુવરાજસિંહ

ટીમ મેનેજમેન્ટે નંબર-૪ પર સારા પ્લેયરને તૈયાર કરવાની જરૂર હતીઃ યુવરાજસિંહ
Spread the love

મુંબઇ,
ક્રિકેટ વર્લ્ડ-૨૦૧૯માં ન્યૂઝીલેન્ડ સામે ભારત સેમિ-ફાઇનલમાં ૧૮ રનોથી હારીને બહાર થઇ ગયું છે. ભારતની સેમિ-ફાઇનલમાં હાર બાદ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન નંબર-૪નાં બેટ્‌સેનને લઇને ઉઠી રહ્યો છે. ટીમ ઇÂન્ડયાનાં મેનેજમેન્ટે આ નંબર પર યોગ્ય બેટ્‌સમેન ના શોધી શકવાનાં કારણે આલોચનાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પૂર્વ સિલેક્ટર સંજય જગદાલે બાદ હવે યુવરાજ સિંહે બાર્ડ અને ટીમ મેનેજમેન્ટને આડા હાથે લીધું છે.
હાલમાં જ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેનારા પૂર્વ આૅલરાઉન્ડર યુવરાજે કÌšં કે, “ટીમ મેનેજમેન્ટે નબંર-૪ માટે કોઇકને તૈયાર કરવાની જરૂર હતી. તો જા કોઇ નંબર-૪ પર નહોતુ ચાલી રÌšં તો તો એ ખેલાડીને કહેવું જાઇતુ હતુ કે તમારે વર્લ્ડ કપ રમવાનું છે ૨૦૦૩ની જેમ. તે વખતે ટીમ પહેલા ન્યૂઝીલેન્ડ સામે રમી રહી, પરંતુ સારું પ્રદર્શન કરી શકી નહોતી. એ જ ટીમે ૨૦૦૩નો વર્લ્ડ કપ રમ્યો.”
ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહ નંબર-૪ પર ઉતરતો હતો અને ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૦૭ અને વન ડે વર્લ્ડ કપ ૨૦૧૧માં તેણે ભારતને ચેÂમ્પયન બનાવવામાં મહત્વની ભૂમિકા નીભાવી હતી. યુવરાજે સાથે જ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે અંબાતિ રાયડૂને ટીમમાં ના પસંદ કરવામાં આવતા તે ચોંકી ગયો હતો. બીજી તરફ પંતને ટીમમાં રાખવામાં આવ્યો અને પછી ડ્રોપ કરવામાં આવ્યો. રાયડૂએ તો સંન્યાસ જ લઇ લીધો.

Admin

Admin

9909969099
Right Click Disabled!