પાટણ : સ્વિફ્ટ ગાડી માંથી વિદેશી દારૂ બીયર નો જથ્થો ઝડપી પાડતી LCB ટીમ..

પાટણ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ સહિતની ટીમે સિધ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે swift ગાડીમાં લઈ જવા તો દેશી દારૂનો જથ્થો મળી રૂ. ૪,૨૦,૭૬૨ નો મુદ્દામાલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનો પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહી લગતની ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબીઈન્ચાર્જ પીઆઈ વી.આર.ચૌધરી પોતાના એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો સાથે સિધ્ધપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે નાગવાસણ થી કહોડા રોડ ઉપર નાકાબંધી કરી બાતમી વાળી સફેદ કલરની મારુતી કંપનનીની સ્વિફ્ટ ગાડી નં.GJ01RE9745 પસાર થતાં તેને ઉભી રખાવવાની કોશિશ કરતાં swift ગાડી નો ચાલક અને તેની બાજુની સીટ મા બેઠેલ શખ્સ ગાડી રોડ પર મુકી ફરાર થઈ ગયા હતા. એલસીબી ટીમે ગાડી ની તલાસી લેતા ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દાર,બીયરની કુલ બોટલ-ટીન નંગ ૧૨૧૭ કિં.રૂ.૧,૨૦,૭૬૨ નો જથ્થા મળી આવ્યો હતો.
પોલીસે દારૂ બીયરના જથ્થા સાથે સિફટ ગાડી કિં.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૪,૨૦,૭૬૨/-ના મુદ્દામાલ પોલીસ હસ્તગત કરી સિધ્ધપુર પો.સ્ટે મા આ ગુના મા સંકળાયેલા મુકેશ રામારામ રબારી રહે.નૈનોલ,તા.જી.સાંચોર,રાજસ્થાન (દારૂ ભરી આપનાર),સ્વિફ્ટ ગાડી નં. GJ01RE9745 નો ડ્રાઇવર,ડ્રાઇવર સીટની બાજુની સીટમાં બેઠેલ ઇસમ તેમજ દારૂ મંગાવનાર શખ્સ સામે પ્રોહિબિ
શનનો ગુનો નોંધી ઉપરોક્ત ચારેય આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.
રિપોર્ટ: અનિલ રામાનુજ પાટણ, રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300