ગૌશાળા પાંજરાપોળે આત્મનિર્ભર બનવું જોઈએ ડૉ. ગિરીશ શાહ

ગૌશાળા પાંજરાપોળે આત્મનિર્ભર બનવું જોઈએ ડૉ. ગિરીશ શાહ
Spread the love

કરાડ- મહારાષ્ટ્રમાં ૧૦૦૦ જીવો માટે ૧૮ એકર જમીનમાં ગૌશાળાનું ઉદઘાટન કરાયું ડૉ. ગિરીશ શાહે હાજરી આપી

ગૌશાળા પાંજરાપોળે આત્મનિર્ભર બનવું જોઈએ ડૉ. ગિરીશ શાહ

ગાય આપણા આરાધ્યની આરાધ્યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતી પ્રાપ્ત થાય છે.આજના આ યુગમાં ભગવાનને તો અનેક પ્રકારનાં ભોગો ધરવામાં આવે છે, પરંતુ તેમની પ્રાણ પ્યારી ગૌમાતા ઘણી જગ્યાએ ભૂખી-તરસી જોવા મળે છે એવા સમયે શ્રી ભગવાન મહાવીર ગોપાલન સેવા સંસ્થા દ્વારા ૨૦૦ ગૌમાતાઓ માટેની નુતન ગૌશાળાનું શુભારંભ પ. પૂ આચાર્ય શ્રી અજીતશેખર સુરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં કરવામાં આવ્યું હતું.
આ સાથે ગૌશાળા પરિસરમાં ૧૦ એકરમાં નેપિયર ઘાસ ઉગાડવામાં આવ્યું, બે એકરમાં મકાઈ ઉગાડવામાં આવી,બે એકરમાં શેરડી ઉગાડવામાં આવી અને ચાર એકરમાં ખૂબ જ સુંદર ગૌશાળા બાંધવામાં આવી છે. હાલમાં ગૌશાળામાં ૨૪૦ જીવો આશ્રય લઇ રહ્યા છે. ભવિષ્યમાં ૧૦૦૦ જીવો ત્યાં આશ્રય લઇ શકશે. ગૌશાળાની પાછળ એક મોટું જંગલ છે જેમાં પ્રાણીઓને ચરાવવાની અદભૂત વ્યવસ્થા હશે. આ પ્રસંગે ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયાનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહે જણાવ્યું હતું કે, “ગૌશાળા પાંજરાપોળે પોતાનો ઘાસચારો ઉગાડવો જોઈએ. આ રીતે ગૌશાળા આત્મનિર્ભર બને છે.”ગૌશાળામાં મેઈન ગેટનું નિર્માણ કરવા માટે ૨૧ લાખ રૂપિયાની જરૂરિયાત છે. જે કોઈ દાતાશ્રીઓને આ સેવાનો લાભ લેવો હોય તેમને કરાડ ગૌશાળાનાં આશિષ ઓસવાલ (મો. 94224 02162) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

WhatsApp-Image-2024-04-25-at-11.41.21-AM.jpeg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!