પાટણ: પ્રજાપતિ સમાજ દ્વારા બિનજરૂરી ખર્ચ રોકવાની અપીલ

પાટણ: પ્રજાપતિ સમાજ દ્વારા બિનજરૂરી ખર્ચ રોકવાની અપીલ
Spread the love

પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો દ્વારા પવિત્ર ચૈત્ર માસમાં પ્રથમ પુત્રની પ્રાપ્તિને લઈને શ્રદ્ધા ભક્તિ સાથે આખો ચૈત્ર માસ કુળદેવી માતાજીની આરાધના અર્થે અને પુત્રના નિરોગી આયુષ્ય માટે ચૈત્રી ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે .ત્યારે ચૈત્ર સુદ અમાસથી શરૂ થયેલા ચૈત્રી ગરબાના આ શુભ પ્રસંગોમાં સમાજ પરિવારના સભ્યો વિવિધ પ્રકારની પ્રસાદ સ્વરૂપે લહાણી ભેટ ધરતા હોય છે. પરંતુ ચાલુ સાલે પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા લહાણીની પ્રથા બંધ કરી જે પરિવારના ત્યાં ચૈત્રી માસના ગરબા કાઢવામાં હોય તે પરિવારને ત્યાં લહાણીની જગ્યાએ રોકડ રકમની ભેટ આપવાનું નક્કી કરવાની સાથે ગરબા દરમ્યાન કરાતાં નાસ્તા- પાણી, હેવી સાઉન્ડ સિસ્ટમ, મ્યુઝિક પાર્ટી સહિતના ખર્ચાઓ બંધ કરી સમય મર્યાદામાં ગરબા વધાવી લેવાના નિયમને ચાલુ સાલે મોટાભાગના પરિવારોએ અમલમાં મૂકી ચૈત્ર માસમાં ગરબા નિમિત્તે થતા બિનજરૂરી ખર્ચા પર રોક લગાવી સમાજ ઉત્થાનમાં સહભાગી બન્યા છે.ત્યારે પાટણ પ્રજાપતિ સમાજ પાટણના સભ્યો દ્વારા ચૈત્ર માસ ના ગરબા જે પરિવારો દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે. તેઓના ગરબા મહોત્સવમાં સહભાગી બને પરિવારજનો સમક્ષ આભાર ની લાગણી વ્યક્ત કરી રહ્યા છે પાટણ પ્રજાપતિ સમાજમાં પુત્ર પ્રાપ્તિને લઈને ચૈત્ર માસમાં યોજાતા ગરબા મહોત્સવ જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ પરિવારજનોમાં માતાજીની ભક્તિ આરાધના નો ઉમંગ છલકાઈ રહેલો જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240430-WA0032-1.jpg IMG-20240430-WA0031-0.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!