પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લા દ્વારા ઠંડા પાણીની પરબ ખુલ્લી મુકાશે

પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લા દ્વારા ઠંડા પાણીની પરબ ખુલ્લી મુકાશે
Spread the love

અત્યારે હાલના સમયમાં ઉનાળાની ઋતુ ભરપૂર જોશમાં ચાલી રહી છે તેમજ તાપમાન નો પારો 40 ડિગ્રી પાર કરી ચૂક્યો છે ત્યારે બજારોની અંદર બપોરના સમયે કર્ફ્યુ જેવો વાતાવરણ સર્જાય છે ત્યારે ઉનાળાની ઋતુમાં ભરપૂર પાણી પીવું એ ડોક્ટરોની સલાહ મુજબ સ્વાસ્થ્ય માટે બહુ જ સારું હોવાના નાતે ઠેર ઠેર સેવાભાવી લોકો દ્વારા પાણીની પરબો ખોલીને રાહદારીઓને પાણીની સુવિધા મળી રહે તેવા હેતુસર પ્રયાસો કરતા હોય છે ત્યારે ચાણસ્મા ખાતે પણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાના સહયોગથી ટૂંક જ સમયમાં પાણીની પરબ ખુલ્લી મુકવામાં આવશે તેમ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના સૂત્રો દ્વારા તેમજ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું.

ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ વિવિધ સેવાકીય કામો કરતા હોય છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ પણ હંમેશા સેવાના કાર્યોમાં અગ્રેસર રહ્યું છે ત્યારે ગત સમયમાં હોળી ધૂળેટીના પ્રસંગે ખજૂર ધાણી હારડા નુ વિતરણ કરવામાં આવ્યું હતુ તેમજ ચૈત્ર મહિનાની પૂનમે બહુચરાજી જતા પદયાત્રીઓ માટે પણ ઠંડાપીણાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ટૂંક સમયમાં પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ ચકલી ઘરનું પણ વિતરણ કરવામાં આવનાર છે ત્યારે વધુ એક સેવાનું કાર્ય જેવું કે જળ એ જ જીવન જળ વિના બધું જ અધૂરું છે ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે દાતા પટેલ ચીમનભાઈ ઈશ્વરદાસ (રિટાયર્ડ શિક્ષક) ના સહયોગથી તેમના પુત્ર વિક્રમભાઈ પટેલ (સામાણ) ના હસ્તે ઠંડા પાણી ની પરબનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે.જેનો ટૂંક સમયમાં ચાણસ્મા ખાતે આવેલ સરદાર ચોક ની અંદર પરબ ખુલ્લી મુકવામાં આવશે તેવું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું

રિપોર્ટ: અનિલ રામાનુજ રાધનપુર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG_20240430_224951-0.jpg IMG-20240430-WA0020-1.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!