મોડાસા સહિત અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉમંગે ઉજવાયો

મોટી ઇસરોલ તા.27
અરવલ્લી જિલ્લામાં મંગળવારે અષાઢી પૂનમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારે ઉમંગ ઉલ્લાસ વચ્ચે ગુરુ પૂજન, ગુરુ વંદના અને ગુરુ સ્તવન સાથે ઠેર ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉલ્લાસભેર ઉજવાયો હતો. મંગળવારે અરવલ્લી જિલ્લામાં પણ મોડાસામાં દેવાયત પંડિતની પવિત્ર ભૂમિ દેવરાજ ધામ ખાતે,બન્ને જિલ્લાઓના મુમુક્ષુઓ- ભક્તોના આસ્થાનું કેન્દ્ર સમા ગોધમજી ખાતે સંત જેસિંગ બાવજીનના મંદિરે ઉપરાંત અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં પણ ગુરુપૂર્ણિમા મહોત્સવ ભારે ઉમંગભેર ઉજવાઇ હતી. મોડાસા તાલુકામાં બોલુંદરા ગામે પ્રસિદ્ધ શ્રીકૃષ્ણાશ્રમ ખાતે અગ્નિહોત્રી આત્રેયભાઈના સાન્નિધ્યે,સરડોઈમાં પૂ.ભક્તિરામ બાવજીને ગાયત્રી આશ્રમે પૂ પદયુમન બાવજી અને દત્ત આશ્રમે , મેઢાસણ પાસે સાલમપુર ખાતે પૂ.મોહનમહારાજના તારાપુર આશ્રમે પૂ. લક્ષ્મણબાપુના સાન્નિધ્યે,મોડાસાના શિણાવાડ માં સંતશ્રી પુરુષોત્તમ આશ્રમે, મોટી ઇસરોલમાં રામદેવ ઉપાસક પૂ.હીરાદાદાના સાન્નિધ્યે, સુનોખ કંપા નજીક વક્તાપુરમાં સંત લાલજી મહારાજના અશ્રમે,ખોડંબા પાસે વૈજનાથ મંદિરે પૂ.વાસુદેવજી મહારાજની સાન્નિધ્યે પણ ગુરુ પૂર્ણિમા ઉજવાઇ હતી.
મંગળવારે જિલ્લામાં આશ્રમો, ગુરુદ્વારાઓ તેમજ ગુરુ નિવાસ સ્થાનોમાં દર્શનાર્થીઓની ભીડ જામી હતી.સવારથી જ ભક્તો,અનુયાયીઓ પોતાના ગુરુના દ્વારે જઈને તેમજ દેવદેવીઓના મંદિરોમાં જઈ માથું ટેકવીને ભગવાનના દર્શન કરીને અને ગુરુદ્વારાઓમાં ગુરુવંદના, પૂજા કરીને અને ગુરુ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુરુવંદના કાર્યક્રમ અંતર્ગત આજે ભાજપ જિલ્લા મહામંત્રી,એપીએમસી ચેરમેન શામળભાઈ પટેલ, મોડાસા તાલુકા ભાજપ પ્રમુખ હસમુખભાઈ પટેલ, મહામંત્રી અંકિતભાઈ પટેલ,,જિલ્લા દલિત મોરચા પ્રમુખ દિનેશભાઇ પરમાર,પૂર્વ મહામંત્રી જીતુભાઇ પટેલ, મણીભાઈ પટેલ,બીપીનભાઈ (ડુઘરવાડા,) વગરેએ મોડાસા તાલુકામાં સાયરામાં પૂ.ત્યાગીજી મહારાજ,,મોટી ઇસરોલમાં રામદેવ ઉપાસક પૂ. હીરાદાદા, પૂ. મોહનરામ બાપુના તારાપુર આશ્રમમાં પૂ.લક્ષમણરામ બાપુ સહિત વિવિધ ગૃરુદ્વારાઓ,આશ્રમો, નિવાસસ્થાનોમાં જઈ સાધુ સંતો, ગુરુઓને શાલ અને ફુલહાર અર્પણ કરી ભાવભીનું સન્માન કરી પૂજા-કરી દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.