મોડાસામાં શ્રીમદ્દ જેશીંગબાપા કન્યા છાત્રાલયનું ઉદઘાટન

મોટી ઇસરોલ,તા.16
અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે રૂ.50 લાખના ખર્ચે નિર્માણ પામેલ શ્રીમદ્દ જેશીંગબાપા કન્યા છાત્રાલયનું ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. શ્રીમદ્દ જેશીંગબાપા કન્યા છાત્રાલયમાં આજરોજ કન્યાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વડોદરાના ઉદ્યોગપતિ મોહનભાઈ પી.પટેલના પ્રમુખસ્થાને યોજાયેલ આ ઉદઘાટન સમારોહમાં અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી ગોરધનભાઇ પટેેલ(એડવોકેટ),હીરાભાઈ એસ. પટેલ( એડવોકેટ) કન્યા છાત્રાલયના દાતા નેહાબેન પટેલ, પંકજભાઈ પટેલ તથા અન્ય દાતાઓ તેમજ સત્યમ વિદ્યાલયના ચેરમેન ભાનુભાઈ આર પટેલ, દાતાઓ,સમાજના અન્ય આગેવાનો “ઉપસ્થિત રહ્યા હતા.આ સમારોહમાં આચાર્ય તેમજ સ્ટાફ દ્વારા સમારોહને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સફળ સંચાલન ચીમનભાઈ પટેલે કર્યું હતું.