ઉમેદપુર -દઘાલીયા ગામમાં સંતાનોએ માતા – પિતાનું પૂજન કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી

ઉમેદપુર -દઘાલીયા ગામમાં સંતાનોએ માતા – પિતાનું પૂજન કરી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી
Spread the love

મોટી ઇસરોલ, તા.16

અરવલ્લી જિલ્લામાં મોડાસા – ઉમેદપુર (દઘાલીયા)ખાતે વિદ્યાર્થીઓ દ્વારા માતૃ-પિતૃ વંદના દિવસ ઉજવાયો હતો આજે યુવાનો પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણ અને કાર્ડ-ચોકલેટ કંપની દ્વારા માર્કેટિંગ વડે વેલેન્ટાઇનનાં નામે ભટકાયા કરે છે ત્યારે ઉમેદપુર પ્રાથમિક શાળાના બાળકો દ્વારા માતા-પિતાનું ભારતીય સંસ્કૃતિનાં પરંપરા મુજબ તિલક, ચરણ-પૂજન અને પ્રદક્ષિણા કરી પૂજન કર્યું હતું.

આ પ્રસંગે વિધાર્થીઓને સાંજવાયું હતું કે આજની મોઘવારીમાં પણ સર્વદુખ સહન કરીને માં-બાપ બાળકનાં દરેક સુખ માટે ૨૪ કલાક તત્પર રહે છે, બાળક ભણી-ગણી ભલે ડૉક્ટર-એન્જીનીયર કે શ્રેષ્ઠ ધનવાન બને પણ જ્યારે તે માં-બાપ બને ત્યારે જ માતા-પિતાનું મૂલ્ય સમજી શકે છે….. માં-બાપ નું ઋણ ચૂકવવું સ્વયં ભગવાન દ્વારા પણ શક્ય નથી….. માતૃ-પિતૃ પૂજન દરમ્યાન જ્યારે બાળકોએ પ્રદક્ષિણા કરી ચરણ સ્પર્શ કરી આશીર્વાદ માગ્યા ત્યારે માતા-પિતા ભાવુક થયેલા જોવા મળ્યા હતા…. માતા – પિતાના પૂજનના આ દ્રશ્યથી શાળાનું સમગ્ર વાતાવરણ ભાવવિભોર થઈ ગયું હતું.

ગણેશ ભગવાન દ્વારા માતા-પિતાની પ્રદક્ષિણા દ્વારા પૂરા બ્રહ્માંડની યાત્રા કરી, જેના આશીર્વાદ સ્વરૂપે આજે ગણેશજીની દરેક ધાર્મિક-વિધિમાં સર્વપ્રથમ પૂજાય છે. આમ માતા-પિતા નાં આશીર્વાદ માં વિશેષ શક્તિ રહેલી છે. જેની પ્રેરણા સ્વરૂપે આજના દિવસે ઉમેદપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી કે હવે દરરોજ માતા-પિતાનાં આશીર્વાદ લઈ ઘરનો ઉંબરો ઓળંગીશું. બાળકોને કોઈ સંકોચના થાય તેમાટે ગામના વડીલો ,યુવાનો અને શાળાના શિક્ષકો દ્વારા માતા – પિતાને સ્કૂલમાં લાવી વિધાર્થીઓ સાથે તેમણે પણ માતા – પિતા નું પૂજન કર્યું હતું…. અને સોશિયલ મીડિયાના જમાનામાં ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા….

Admin

Admin

9909969099
Right Click Disabled!