ફ્‌લીપકાર્ટે વિક્રેતાઓની નાણાંકિય પ્રક્રિયાને સરળ બનાવવા માટે ક્લીયરટેક્સ સાથે ભાગીદારી કરી

ફ્‌લીપકાર્ટે વિક્રેતાઓની નાણાંકિય પ્રક્રિયાને સરળ બનાવવા માટે ક્લીયરટેક્સ સાથે ભાગીદારી કરી
Spread the love

(પ્રતિનિધિ) અમદાવાદ,
ફ્‌લીપકાર્ટ, ભારતની સૌથી મોટી ઈકોમર્સ માર્કેટપ્લેસ, તેને ક્લીયરટેક્સ સાથે ભાગીદારી કરી છે, જે અગ્રણી ઓનલાઈન ટેક્સ અને ઈન્વેસ્ટીંગ માટેનું પ્લેટફોર્મ છે, તેમના વિક્રેતાને નિષ્ણાત ચાર્ટડ એકાઉન્ટન્ટ જેઓ તેમને જુદા જુદા ટેક્સ અને એકાઉન્ટીંગને લગતી સેવાઓમાં મદદ કરશે. આ ફ્‌લીપકાર્ટની હાલમાં ચાલી રહેલી વિક્રેતાઓને મદદ કરવાની પહેલનો ભાગ છે, જેમાંના મોટાભાગના એમએસએમઈ ઓ છે, જેઓ તેમના ધંધાને ઓનલાઈન બનાવીને ઈ-કોમર્સનો ફાયદો ઉઠાવવામાં મદદ કરશે. ક્લિયરટૅક્સ સાથેની ભાગીદારી ફિ્‌લપકાર્ટના વેચાણકર્તાઓને સશક્ત બનાવવા અને તેમની નાણાકીય ફાઇલિંગને સરળ બનાવવા માટેનું એ આગળનું પગલું છે, જેથી તેઓ તેમના વ્યવસાયોને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. જૂનમાં, ફિ્‌લપકાર્ટે તેના વેચનાર ફાઇનાન્સિંગ પ્રોગ્રામ ‘ગ્રોથ કેપિટલ’ ને પણ સુધારણા આપી હતી, જે તેના ૧ લાખથી વધુ વેચનારને એનબીએફસી અને બેન્કો તરફથી સ્પર્ધાત્મક વ્યાજદર પર વૃદ્ધિ ક્રેડિટ મેળવવાનો ફાયદો આપે છે.

ક્લીયરટેક્સ ભાગીદારી દ્વારા, ફ્‌લીપકાર્ટના વિક્રેતાઓ જીએસટી માટે નોંધણી કરાવી શકશે અને તેમને તેમના ધંધાને, રીટર્ન ફાઈલને,પોતાની જાતે જ જીએસટી સોફ્‌ટવેર સમજવા, એકાઉન્ટ તૈયાર કરવા અને સાચવવા, ઈન્કમટેક્સ રીટર્ન ફાઈલ કરવા અને આરઓસી માન્ય સેવાઓ મેળવવા માટે પણ રજીસ્ટર કરવા જેવી ઘણી સેવાઓનો લાભ લેવા માટેની મદદ કરવાની સેવાનો લાભ લઈ શકે છે. વિક્રેતા જીએસટી હેલ્થ ચેક રીપોર્ટ પણ મેળવી શકશે, બધા માટેનું એક ટુલ જે તેમને તેમની ધંધાની અંદરના જીએસટી ઈન્સાઈટ મેળવવામાં મદદ કરે છે અને રીટર્ન ફાઈલીંગ સ્ટેટસ તપાસ કરવા, રીટર્ન કમ્પેર કરવા, માન્યતા ચકાસવા અને જીએસટી આઈએનની ખાધ પુરવા મદદ કરે છે. ભાગીદારી વિશે વાત કરતાં, નિશાંત ગુપ્તા, હેડ ઓફ માર્કેટપ્લેસ, ફ્‌લીપકાર્ટ જણાવે છે કે, ફ્‌લીપકાર્ટ ખાતે, અમે અમારા વિક્રેતા સમુદાય પર ખુબ જ મહત્વ આપીએ છે અને તેમને સૌથી શ્રેષ્ઠ રીતે મદદ કરવા માટે હંમેશા પ્રયત્ન કરીએ છે.

અમારો હેતુ અમારા પ્લેટફોર્મ પર વિક્રેતા માટે શક્ય એટલુ સરળ અને વિધ્નરહીત બનાવવાનો છે. ક્લીયરટેક્સ સાથેની ભાગીદારી દ્વારા, અમેનાન-મેટ્રો બજારોમાં હજારો નાના વેચનારને નોંધપાત્ર અવરોધ દૂર કરવામાં મદદ કરી રહ્યા છીએ, જેથી તેઓ તેમના વ્યવસાયોને સ્કેલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. બ્રાન્ડ બિલ્ડર્સની ઇચ્છા ધરાવનાર માટે કંઇક મૂળભૂત જેવી બાબત જેમ કે જીએસટી નોંધણીથી ટ્રેડમાર્ક રજિસ્ટ્રેશન સુધી, અમે તેમના આૅનલાઇન આૅપરેશનને શક્ય તેટલું સરળ અને ખર્ચાળ ન હોય તેવુ બનાવીએ છીએ. અર્ચીત ગુપ્તા, ફાઉન્ડર અને સીઈઓ, ક્લીયરટેક્સ જણાવે છે કે, જીએસટી એ ઉભરતી જગ્યા છે. ઈ-કોમર્સ દુનિયામાં નાના ઘંઘાર્થીઓ જીએસટીના બદલાવને સમજવામાં અને તેનું અનુકરણ કરવામાં મુશ્કેલી અનુભવે છે અને તેમને જલ્દીથી સ્વીકારે છે. તેમના માટે ધંધો કરવામાં આ મુશ્કેલીના બની રહે તેના માટે, અમે ફ્‌લીપકાર્ટ ખાતે અમારી ટેક્નોલોજી અને એડવાન્સ ઓટોમેશન સાથે તેમને જીએસટી સાથે માન્યતા મેળવવામાં મદદ કરીયે છે. ફ્‌લીપકાર્ટ સાથે ભાગીદારી કરીને અમે ઉત્સાહી છીએ, જેઓ વિક્રેતાના ઈકોસીસ્ટમમાં ખુબ જ સારી રીતે કેન્દ્રિત છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!