ફેડેક્સ એક્સપ્રેસ પ્રોજેક્ટો પર લગભગ ૧૧,૦૦૦ કલાકની સ્વયંસેવા આપે છે

(પ્રતિનિધિ) અમદાવાદ,
ફેડેક્સ કોર્પ. ની સબસિડિયરી અને દુનિયામાં સૌથી વિશાળ એક્સપ્રેસ પરિવહન કંપની ફેડેક્સ એક્સપ્રેસે મિડલ ઈસ્ટ, ભારતીય ઉપખંડ અને આફ્રિકા પ્રદેશમાં તેની ટીમના ૩૨૦૦ થી વધુ સભ્યોએ જુલાઈ ૨૦૧૮ થી કુલ ૧૧,૦૦૦ કલાકની સ્વયંસેવા આપી હોવાની ઘોષણા કરી છે. આ પહેલો કંપનીના યોગદાન આપતા અને સ્વયંસેવા આપતા મંચ ફેડેક્સ કેર્સના ભાગરૂપ છે. ભારતમાં પ્રવૃત્તિઓમાં વિકલાંગ બાળકોનાં કેન્દ્રોમાં સમય વિતાવવો, હેબિટાટ ફોર હ્યુમેનિટી સાથે ઘરો નિર્માણ કરવામાં મદદ કરવી, સેફકિડ્સ ઈન્ડિયા સાથે રોડ સેફ્ટી ઈવેન્ટ્સ અને સ્થાનિક સમુદાયોમાં વૃક્ષારોપણ વગેરેનો સમાવેશ થાય છે.
દુનિયાભરમાં ફેડેક્સના ટીમ સભ્યો અમારા સ્થાનિક સમુદાયોને રહેવા, કામ કરવા અને રમવા માટે બહેતર સ્થળો બનાવવા માટે દર વર્ષે હજારો કલાકોની સ્વયંસેવા આપે છે. ફેડેક્સ કેર્સ થકી અમે અમારા લોકો, સંસાધન અને નેટવર્કસના વ્યૂહાત્મક રોકાણ થકી અમે સેવા આપીને સમુદાયોને આધાર આપવા વચનબદ્ધ છીએ. અમે દુનિયાભરમાં શક્યતાઓ સાથે સમુદાયોને જોડીને અમે કામગીરી કરીએ ત્યાં મૂલ્ય નિર્માણ કરીએ છીએ. અમારા લોકો અને સમુદાય સંબંધોના સમર્પિત પ્રયાસો થકી અમે જ્યાં રહીએ અને કામ કરીએ તે વિસ્તારોમાં હકારાત્મક પરિણામો નિર્માણ કરી શકીએ છીએ તે બદલ અમને ગૌરવની લાગણી થાય છે, એમ ફેડેક્સ એક્સપ્રેસ મિડલ ઈસ્ટ, ભારતીય ઉપખંડ, આફ્રિકાના રિજનલ પ્રેસિડેન્ટ જેક મુઝે જણાવ્યું હતું.