વિશ્વાસ અને પ્રેમની અનોખી યાત્રાના સાક્ષી બનો, કેદારનાથના પ્રિમિયરની સાથે એન્ડ પિક્ચર્સ પર

એક વાર્તા, જે પ્રેમ અને વિશ્વાસના પ્રવાસને રજૂ કરે છે – કેદારનાથ, જેમાં ઉત્તરાખંડના ૨૦૧૩ માં આવેલા વિનાશક પૂરની વાર્તાને દર્શાવવામાં આવી છે, જેને સમગ્ર હિમાલયનની વસાહતોને દૂર કરી નાખી. સુશાંત સિંઘ રાજપુતની સાથે નવોદિત સારા અલી ખાન સ્ક્રીન પર જોવા મળશે, કેદારનાથમાં, જેમાં ઇશ્વર, પ્રેમ અને માણસાઈની શક્તિને દર્શાવવામાં આવી છે. બે એવા વ્યક્તિ, જેઓ સંપૂર્ણપણે અલગ બેકગ્રાઉન્ડમાંથી આવે છે, તેમને તેમના પ્રેમ માટે પણ લડવાનું છે, ઉપરાંત એ પણ એવા સમયે જ્યારે, પૂરની સ્થિતિ છે. એન્ડપિક્ચર્સ, નયે ઇન્ડિયા કા બ્લોકબસ્ટર મૂવી ચેનલ, પ્રિમિયર કરે છે, વિશ્વાસ અને પ્રેમની અનોખી યાત્રા, કેદારનાથ, રવિવાર ૨૧મી જુલાઈ સાંજે ૮ વાગે.
કેદારનાથમાં તેના પાત્ર અંગે જણાવતા, સારા અલી ખાન કહે છે, “કેદારનાથમાં, પાત્ર અત્યંત સુંદર રીતે લખવામાં આવ્યું છે તથા સુંદર રીતે તેને વર્ણવવામાં આવ્યું છે. એવા કેટલાક પ્રોજેક્ટ હતા, જેમાં તમે તુરંત જ તેમાં કામ રકરવા માટે તાયર થઈ જાવ છો, એવી જ રીતે તેની વાર્તા સાંભળીને હું મુક્કુના પાત્ર ન કરવા માટે મારી જાતને કલ્પી શકતી ન હતી. એક એવી નવોદિત, જેને અભિનયમાં કોઈ તાલિમ નથી લીધી, પરંતુ એક પાત્ર અને જીજ્ઞાસા તથા સૌથી વધુ મહત્વનું અત્યંત ઉત્સાહથી આ પાત્રને કરવું જરૂરી હતું, તો, જ્યારથી તે તમારા મનમાં હોય, તો તમે તેને પર્ફોર્મ કરવું સૌથી વધુ મહત્વનું છે. આ પાત્રને લખવા માટે હું કનિકા ધિલ્લોની અત્યંત આભારી છું, કે તેમને એવું પાત્ર લખ્યું, જે હંમેશા મારા દિલથી નજીક રહેશે.”
ફિલ્મ કરવા અંગેના તેમના વિતારો અંગે અભિષેક કપૂર કહે છે, “કેદારનાથ જે ૨૦૦૦ વર્ષ જૂનું મંદિર છે, જેમાં ૨૦૧૩ માં વિનાશક પૂર આવ્યું હતું. તે પૂરમાં લગભગ ૧૦૦૦૦૦ લોકોના જીવ ગયા હતા. આ અત્યાર સુધીની સૌથી મોટી કુદરતી હોનારત હતી. આ ફિલ્મ બનાવવાનો વિચાર એટલા માટે આવ્યો હતો કે, તેનાથી અસરગ્રસ્ત લોકોને રૂજ આપવા તથા જેઓ તેમા મરી ગયા છે કે પછી ખોવાઈ ગયા છે, તેમને શ્રદ્ધાંજલી આપે છે. આ પૂરમાં મોટી સંખ્યામાં જે લોકોને અસર થઈ છે, તેઓ ગરીબ અને જવાબદાર પણ ન હતા. બીજી રસપ્રદ બાબત એ છે કે, મને લાગ્યું કે, મંદિરમાં તિર્થયાત્રીઓને લઇ જતા મોટાભાગના પિઠ્ઠુઓ મુસ્લિમ છે. કેદારનાથએ એવી જગ્યા છે, જ્યાં માણસાઇ દિલથી ચાલે છે.” કેદારનાથ એ પ્રેમ અને ધર્મનું શક્તિશાળી, જુસ્સા અને શ્રદ્ધાનું સમન્વય છે.
૧૪ કીલોમીટર લાંબા યાત્રાધામ ગૌરીકુંડ થી કેદારનાથ સુધીના રસ્તા પર સ્થિત, ૨૦૦૦ વર્ષ જુનુ ભગવાન શિવનું પવિત્ર મંદીર આ પ્રેમ કહાનીમાં બેક ડ્રોપ તરીકે કામ કરી રહ્યું છે. મંસુર (સુશાંત), એક સંકુચીત અને અતડા સ્વભાવનો પીઠ્ઠુ (મજૂર) શ્રદ્ધાળુઓને મંદીર તરફની એક મુશ્કેલ સફરને ખેડવામાં મદદ કરે છે. તેને ધાર્મિક રીતીરીવાજોની બધી જ સમજણ છે અને તે તેને ભગવાન શીવના નામનો શાદ કરવામાં અટકાવતું નથી. તેની દુનિયા બદલાઈ જાય છે જ્યારે તે સુંદર અને બળવાખોર મુક્કુ (સારા) ને મળે છે, જે તેને અત્યંત પ્રેમના વાવાઝોડામાં લહેરાવે છે. હૃદયથી બળવાખોર, મુક્કુ એ મુખ્ય પૂજારી અને યાત્રીઓની લોજ ના માલીક બ્રજરાજ મીશ્રા (નિતીષ ભારદ્વાજ) ની દીકરી હોય છે જે તેને પરણાવા અને સ્થાયી થવા માટે કહે છે.