કડીમાં વરસાદ પડતાની સાથે પમ્પિંગ સેક્શન તૂટી જતા ગટર ઉભરાવાની સમસ્યા વકરી

- કડી ચંપાબેન પટેલ ટાઉનહોલ સામે વારંવાર ગટર ઉભરાતા સ્થાનિક લોકો ત્રાહિમામ
કડીમાં અનેક જગ્યાએ ગટરો ઉભરાવાની સમસ્યા વકરતી હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે કડી ચંપાબેન રતિલાલ પટેલ સામે ગટર ઉભરાતા વાહનચાલકો તેમજ સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે.
કડી દિવસેને દિવસે વિકસિત થતું હોય તેવું જોવા મળી રહ્યું છે તેમ જ અનેક વિકાસના કામો અત્યારે હાલ ચાલી રહ્યા છે. ત્યારે મહત્વનો મુદ્દો નગરજનો માટે ગટર અને પાણીનો છે. પરંતુ વિકાસમાં ગટર લાઈનો અને ઉભરાવાની સમસ્યા આવતી ન હોય તેવું નગરપાલિકાના સત્તાધિશો માનતા હોય તેવું જોવા મળી રહ્યું છે. છેલ્લા દસ દિવસથી પમ્પીંગ સેક્સન તૂટી જતા શહેરમાં અનેક જગ્યાએ ગટર ઉભરાવાની સમસ્યા જોવા મળી રહી છે.
ગતરાત્રીએ સામાન્ય વરસાદ પડવાની સાથે અનેક જગ્યાએ ગટરો ઉભરાતા લોકો ત્રાહિમા પોકારી ઊઠ્યા હતા જ્યારે ટાઉનહોલ ની સામે જ ગટર ઉભરાતા વાહન ચાલકો તેમજ વિસ્તારમાં રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા ત્યારે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કલ્પેશ આચાર્ય જોડે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે આગળ પમ્પીંગ સેક્શન તૂટી ગયું હોવાથી આ સમસ્યા ઉદભવી છે અને થોડાક દિવસોમાં જ આનું નિરાકરણ આવશે.