શ્રી કપડવંજ મોઢ બ્રાહ્મણ બંધુ સમાજ- અમદાવાદ દ્રારા રચિત તથા પ્રકાશિત કપડવંજ મોઢ બ્રાહ્મણ ગૌરવગાથા ગ્રંથનું વિમોચન સહ સન્માન સમારોહ જે. બી. ઓડિટોરીયમ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન, વસ્રાપુર ખાતે યોજવામાં આવેલ. દિપ પ્રાગટ્ય, પ્રાર્થના વંદન બાદ કાર્યક્રમમાં પધારેલ મુખ્ય મહેમાન અને સમાજના વડીલો અને સભ્યોનું શાબ્દિક સ્વાગત પ્રવચન સમાજના પ્રમુખ અશ્વિન શુકલ દ્રારા કરવામાં આવેલ. આ ગૌરવગાથા ગ્રંથમાં સમાવેશ કરેલ વિગતવાર માહિતીનું અશ્વિન ત્રિવેદી દ્રારા સૌને માહિતગાર કરવામાં આવેલ.
આ ગ્રંથમાં સમાવેશ વિગતોનું પાવર પોંઇન્ટ પ્રેઝનટેશન દ્રારા દરેકને માહિતી આપવામાં આવેલ.આ પ્રસંગે આ ગ્રંથનું વિમોચન ખાસ મુંબઇ થી પધારેલ પ્રબોધભાઇ શંભુપ્રસાદ ભટ્ટના હસ્તે કરવામાં આવેલ. તેઓની સાથે સમાજના મેનેજીંગ ટ્રસ્ટી રોહિતભાઇ ત્રિવેદી, જોઇન્ટ મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઇ ત્રિવેદી, પૂર્વ મેનેજીંગ ટ્રસ્ટી રવિન્દ્રભાઇ ત્રિવેદી, ટ્રસ્ટી ધીરેનભાઇ ત્રિવેદી, ટ્રસ્ટી અશ્વિન ત્રિવેદી અને સમાજના પ્રમુખ અશ્વિન શુકલ આ સૌ સાથે રહીને આ ગ્રંથના વિમોચનમાં સહકાર આપેલ.
આ ઉપરાંત સમાજ દ્રારા ભુતપૂર્વ અને વર્તમાન મોભીઓનું સન્માનપત્ર અને શીલ્ડ આપીને તેઓનું બહુમાન કરવામાં આવેલ. તે ઉપરાંત સમાજના દાતાશ્રીઓનું તેમજ અમદાવાદ, વડોદરા, કપડવંજના વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કર્તા એવા સમાજના સભ્યોનું શીલ્ડ આપીને સમાજદ્રારા બહુમાન કરવામાં આવેલ.આ ઉપરાંત આ ગૌરવગાથા ગ્રંથમાં જેઓએ પોતાનો પ્રાણ રેડ્યો અને નિસ્વાર્થ સેવા છેલ્લા બાર માસથી આપેલ તેવી સમગ્ર ગૌરવગાથા ટીમનું પણ સમાજ દ્રારા શીલ્ડ આપીને બહુમાન કરવામાં આવેલ.
અંતમાં જોઇન્ટ મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઇ ત્રિવેદી એ આ પ્રસંગમાં પધારેલ મુખ્ય મહેમાનો તેમજ કપડવંજ, વડોદરા, તથા અન્ય સ્થળેથી પધારેલ તેમજ અમદાવાદ ના પધારેલ સૌ સભ્યોનો આભાર માનીને આ કાર્યક્રમને પરિપૂર્ણ જાહેર કરેલ . આ સમારોહમાં કપડવંજ મોઢ બ્રાહ્મણ સમાજના સભ્યો પરિવાર સાથે ઉમળકાભેર આ ક્ષણના સાક્ષી બનવા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા અને સમાજના સકારાત્મક કાર્ય માટે સતત મહેનત અને પરિશ્રમ કરનાર ટીમને બિરદાવી હતી.