અંકલેશ્વર અંદાડામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી

અંકલેશ્વર શહેર પોલીસે અંદાડા ગામના કૈલાસ ટેકરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના અંદાડા ગામના કૈલાસ ટેકરી વિસ્તારમાં મલ્લિકાબેન દિલીપભાઈ વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે દરોડો પાડી તેણીના વાડાના ભાગે બાવળની ઝાડીમાંથી વિદેશી દારૂની 19 નંગ બોટલ મળી કુલ 2 હજારના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરની ધરપકડ કરી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…