ભિલોડા પોલીસે ૧.૬૮ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

ભિલોડા પોલીસે ૧.૬૮ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
Spread the love

પ્રભુદાસ પટેલ     મોટી ઇસરોલ,

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીનો ફાયદો ઉઠાવી વિદેશી દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા બુટલેગરો વિદેશી દારૂમાં અનેક ગણો નફો રળતા હોવાથી વિદેશી દારૂ ઘુસાડવા ન્યૂ બ્રાન્ડેડ અને લકઝુરિયસ કારનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી પોલીસની આંખોમાં ધૂળ નાખવાનો પ્રયત્ન કરતા હોય છે ભિલોડાના કમઠાડીયા ગામની સીમમાં થી સ્કોર્પિયોમાં વિદેશી દારૂ ભરી પસાર થતા બુટલેગરો નાઈટ પેટ્રોલિંગ જોઈ ગાડી રોડ પર મૂકી ફરાર થઈ જતા પોલીસે સ્કોર્પિઓ માંથી ૧.૬૮ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ભિલોડા પીએસઆઇ એસ.એચ.પરમાર અને ટીમ શુક્રવારે નાઈટ પેટ્રોલિંગમાં સ્કોર્પિઓ ગાડી માંથી વિદેશી દારૂ અને બુટલેગરોના મોબાઈલ નંગ-૩ પણ કબ્જે લીધા હતા ત્યારે બુટલેગરો ફરાર થઈ જતા ભિલોડા પોલીસ જોતી રહી અને બુટલેગરો જતા રહ્યા જેવો ઘાટ સર્જાતા પોલીસતંત્રની પ્રોહીબીશનની કામગીરી અંગે અનેક પ્રશ્નાર્થ ઉભા થયા હતા.

ભિલોડા પોલીસે કમઠાડીયા ગામની સીમમાં રોડ નજીક  બિનવારસી હાલતમાં પડેલી ન્યૂ બ્રાન્ડેડ સ્કોર્પિઓમાં તલાસી લેતા કાર માંથી ગેરકાયદેસર વગર પાસ પરમીટની વિદેશી દારૂની બોટલ નંગ-૩૬૦ કીં.રૂ.૧૬૮૦૦૦ ગાડીમાંથી મળી આવેલ મોબાઈલ નંગ-૩ કીં.રૂ.૧૫૦૦ તથા સ્કોર્પિઓ ગાડી કીં.રૂ.૮૦૦૦૦૦ મળી કુલ રૂપિયા.૯૬૯૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી સ્કોર્પિઓ ગાડીમાં વિદેશી દારૂ ઘુસાડવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર અને પોલીસને થાપ આપી રફુચક્કર થનાર બે અજાણ્યા બુટલેગરો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!