મુરલીધર ડેવલોપર્સ, સહયોગ ગ્રુપ)નાં જન્મદિવસ નિમીતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ મંદિરનું લોકાર્પણ

મુરલીધર ડેવલોપર્સ, સહયોગ ગ્રુપ)નાં જન્મદિવસ નિમીતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ મંદિરનું લોકાર્પણ
Spread the love

સેવાભાવી યુવા આગેવાન વીરાભાઈ હુંબલ ( મુરલીધર ડેવલોપર્સ, સહયોગ ગ્રુપ)નાં જન્મદિવસ નિમીતે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ મંદિરનું લોકાર્પણ

રાજકોટ જય મુરલીધર ડેવલોપર્સ વાળા અને સામાજીક, સેવાકીય, ધાર્મિક સામુહિક, શૈક્ષણીક મેડીકલ પ્રવૃતિમાં હંમેશા મોખરે રહેતા આહીર સમાજનાં યુવા આગેવાન, પ્રખર પ્રકૃતિ અને જીવદયા પ્રેમી વિરાભાઈ હુંબલનાં ૪૨ માં જન્મદિવસે વીરાભાઇ હુંબલનાં બહોળાં મિત્રવર્તુળ તથા હુંબલ પરીવાર દ્વારા કટારીયા ચોકડી ખાતે જળ મંદિર (પાણીની પરબ) ના લોકાર્પણનું આયોજન ગીરગંગા પરિવાર ટ્રસ્ટ નો સહયોગથી કરાયું હતું.”ચેરીટી બીગીન્સ ફોમ હોમ” નાં નાતે તેમજ પોતાને ત્યાં આવતાં દરેક શુભ પ્રસંગની ઉજવણી સેવાકીય કાર્યક્રમોથી જ કરાય તેવો વિશિષ્ટ ચીલો સમાજમાં પાડવાનાં પવિત્ર મનસુબાથી પર્યાવરણ પ્રેમી, ગૌ ભકત વીરાભાઈ હુંબલનાં બહોળાં મિત્રવર્તુળ તથા હુંબલ પરીવારે તેમનાં જન્મદિનને નિમીત બનાવી આ આયોજન કરાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટનાં પ્રમુખ દિલીપભાઈ સખિયા મો.94272 07868 દ્વારા ૧૧,૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ ૧૧,૧૧૧ બોરરીચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજકોટ શહેરમાં ૧૧ થી વધુ ચેકડેમો તથા 100 થી વધુ બોર રિચાર્જ થયા છે, જેનાથી રાજકોટ શહેરમાં હાલમાં ભૂગર્ભની જળસપાટી વરસાદી પાણીનાં તળ ખુબ જ ઉંચા આવશે જેનાથી લોકોનાં આરોગ્યમાં સુધારો થશે. સૌરાષ્ટ્ર – ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૨૦૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ અમૃત સરોવર નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે તેમજ વર્ષો સુધી ખેડૂતોને ખુબ જ આ મોટો ફાયદો થવાથી પ્રકૃતિની રક્ષા થશે, તેથી સૃષ્ટી પરના પશુ પક્ષી અને જીવજંતુને સર્વેની રક્ષા થઇ રહી છે.જળ સેવાયજ્ઞમાં જાહેર જીવનનાં વિવિધ શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રમુખ દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ,પ્રતાપભાઈ પટેલ,જમનભાઈ ડેકોરા, રમેશભાઈ ઠક્કર, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ જેતાણી, ચંદુભાઈ હુંબલ,વિઠ્ઠલભાઈ બાલધા, મિતલભાઈ ખેતાણી લક્ષ્મણભાઈ શીગાળા, જીતુભાઈ રાંક, રતિભાઈ ઠુંમર,પ્રવીણભાઈ વાટલીયા ગોપાલભાઈ ભાલાળા ડૉ હસમુખભાઈ જાની રતિભાઈ કાકોદરા, જગદીશભાઈ પરમાર, મુકુંદભાઈ દુધાગ્રા વગેરે અનેક આગેવાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

WhatsApp-Image-2024-08-16-at-11.08.39-AM.jpeg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!