વડોદરા – સ્કૂલ બેગમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ

વડોદરા
સ્કૂલ બેગમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાંચે બે આરોપીની ધરપકડ કરી..પોલીસે દારૂ, મોબાઇલ અને રોકડ રકમ સહિત 10,290નો મુદ્દામાલ જપ્ત કર્યો..વડોદરા ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે, વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા અશ્વિન ચૌહાણે મંગાવેલા ઇગ્લિંશ દારૂને લઇને લીમખેડાથી બે શખ્સ વડોદરા આવવાના છે. જેને આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે પંડ્યા બ્રિજ પાસેથી 9, 500 રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સાથે કલ્પેશ મનુભાઇ નિનમા, રહે, નાનીવાવ, તા. લીમખેડા, જિ.દાહોદ અને સંજય મથુરભાઇ ડામોર, રહે, ધાનપુર, તા. લીમખેડા જિ.દાહોદને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને આરોપીની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.