વેસ્ટ ઇન્ડિઝ સિરીઝ માટે ભારતી ટીમની જાહેરાતઃ યુવા ખેલાડીઓને મળી તક

ટી-૨૦માં કૃણાલ પંડ્યા, વોશિંગટન સુંદર, રાહુલ ચહર અને દિપક ચહરનો સમાવેશ,દિનેશ કાર્તિકને ડ્રોપ કરાયો
વન-ડે ટીમમાં શ્રેયસ અય્યર,નવદીપ સૈનીને તક,કેદાર જાધવને વધુ એક ચાન્સ,શિખર ધવનની વાપસી
ટેસ્ટમાં મયંક અગ્રવાલ,હનુમા વિહારી,આર.અશ્વિન,ઇશાંત શર્માનું કમબેક,રહાણે કેપ્ટન
મુંબઇ,
વેસ્ટ ઇન્ડીઝ-ભારત સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. બીસીસીઆઇએ ત્રણ ટી-૨૦ સીરિઝ માટે અને ૩ વન-ડે સીરિઝ,બે ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી છે, જેમાં ટી-૨૦ સીરિઝ માટે રિષભ પંતને વિકેટ કીપર બનાવવામાં આવ્યો છે, જ્યારે શ્રેયસ ઐયરને પણ સ્થાન આપવામાં આપવામાં આવ્યું છે. કુણાલ પંડ્યાની પણ ટીમમાં એન્ટ્રી થઇ છે. મહેન્દ્રસિંહ ધોની, હાર્દિક પંડ્યા, જસપ્રીત બૂમરાહને આરામ આપવામાં આવ્યો છે.
ટેસ્ટ ટીમની વાત કરવામાં આવે તો રોહિત શર્માની વાપસી થઇ છે, આ સિવાય વિકેટ કીપર તરીકે રિષભ પંત અને રિદ્ધિમાન સહાની પણ પસંદગી કરવામાં આવી છે. રવિન્દ્ર જાડેજાને ત્રણેય ટીમમાં સ્થાન મળ્યું છે. બૂમરાહને ટેસ્ટ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ પણ ટેસ્ટ ટીમમાં જાવા મળશે.
વનડે ટીમઃ-
વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડેય, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેંદ્ર ચહલ, કેદાર જાધવ, મો.શમી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, નવદીપ સૌની.
ટી-૨૦ ટીમઃ-
વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કેઅલ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડેય, ઋષભ પંત, કૃણાલ પાંડયા, રવીંન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ, દીપક ચાહર, નવદીપ સૈની.
ટેસ્ટ ટીમઃ-
મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી(કેપ્ટન), અજિંક્્ય રહાણે, હનુમા વિહારી, રોહિત શર્મા, ઋષભ પંત, ઋદ્ધિમાન સાહા, આર અશ્વિન, આર જાડેજા, કુલદીપ યાદવ, ઈશાંત શર્મા, મો.શમી, જસપીત બુમરાહ, ઉમેશ યાદવ.
ટીમ ઇન્ડીયા-વેસ્ટ ઇન્ડીઝની મેચનું શેડ્યૂઅલઃ
પહેલી ટી-૨૦ઃ ૩ ઓગસ્ટ, ફ્લોરિડા
બીજી ટી-૨૦ઃ ૪ ઓગસ્ટ, ફ્લોરિડા
ત્રીજી ટી-૨૦ઃ ૬ ઓગસ્ટ, ગુયાના
પહેલી વનડેઃ ૮ ઓગસ્ટ, ગુયાના
બીજી વનડેઃ ૧૧ ઓગસ્ટ, ત્રિનિદાદ
ત્રીજી વનડેઃ ૧૪ ઓગસ્ટ, ત્રિનિદાદ
પહેલી ટેસ્ટઃ ૨૨-૨૬ ઓગસ્ટ, એÂન્ટગુઆ
બીજી ટેસ્ટઃ ૩૦-૩ સપ્ટેમ્બર, જમૈકા