ધનસુરામાં બ્રહ્માણી માતાજી મંદિરે ચોરી : ચોર સીસીટીવીમાં કેદ

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
ધનસુરા ખાતે આવેલ બ્રહ્માણી માતાજીના મંદિરમાં રવિવારે રાત્રે તસ્કરોએ ભગવાનની બીક રાખ્યા વગર મંદિરમાંથી ચોરી કરી હતી. ચોરી દરમિયાન તસ્કરોએ મંદિરની દાનપેટી ખોલી રોકડ રકમ ચોરી ગયા હતા. જો કે મંદિરમાં લાગેલ સીસીટીવીમાં તસ્કરો કેદ થઈ ગયા હતા.
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ધનસુરા ખાતે આવેલ બ્રહ્માણી માતાજીના મંદિરમાં ચોરી થઈ હતી. રવિવારે રાત્રી દરમિયાન તસ્કરોએ ઉપરવાળાનો ડર રાખ્યા વગર મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને મંદિરમાં રખાયેલ દાનપાત્રનું તાળુ તોડી તેમાંથી રોકડ રકમની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા. તસ્કરો મંદિરમાં ત્રાટક્યા તે ઘટના મંદિરમાં રખાયેલ સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. જો કે સમાચાર લખાય છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ થઈ હોવાનું જાણવા મળ્યું ન હતું. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં તસ્કરોનો તરખાટ દિવસે દિવસે વધતો જાય છે ત્યારે ચોરો મંદિરને પણ છોડતા ન હોવાને કારણે સ્થાનિકોમાં ચોરીઓ અંગેનો ભય વ્યાપ્યો છે.