આર. સી. પટેલ હાઈસ્કૂલ ખાતે ‘જળ એ જ જીવન’ કાર્યક્રમ

(પ્રતિનિધિ) ગાંધીનગર,
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી સંચાલિત શ્રીમતી આર.સી. પટેલ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને પાણીનું મૂલ્ય સમજાવવામાં આવ્યું હતું. હાલમાં મોટા ભાગે ગુજરાત સહિત સમગ્ર ભારત પીવાના પાણીની કટોકટીનો સામનો કરી રહ્યું છે વળી ભર ચોમાસે પણ વરસાદ વરસતો નથી, બાફ અનુભવાય છે પણ મેઘરાજા મન મૂકીને વરસી નથી રહ્યા ત્યારે પીવાનું પાણી માણસના જીવનમાં કેટલું અમૂલ્ય છે તે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. જળ વિના જીવન સમાપ્ત ન થઈ જાય તે માટે પાણીનો કરકસરથી કેવી રીતે ઉપયોગ કરી શકાય તે પણ બતાવવામાં આવ્યું હતું શાળાના શિક્ષક સંજય ત્રિવેદીએ વિદ્યાર્થીઓને પાણી બચાવવા માટે સોગંદ લેવડાવ્યા હતા અને વિદ્યાર્થીઓએ પણ પાણીનું મૂલ્ય સમજી આ હકારાત્મક વિચારને દરેક સુધી ફેલાવવાની બાંહેધરી આપી હતી.