કેપીટલ ગેસ્ટ હાઉસમાં અસામાજીક તત્વો દ્વારા તોડફોડ

(પ્રતિનિધિ) ગાંધીનગર,
ગાંધીનગર શહેરના સેકટર-૧૬ Âસ્થત આવેલ કેપીટલ ગેસ્ટ હાઉસ અને દાદીસા રેસ્ટોરન્ટમાં કેટલાક ત્તત્વોએ તોડફોડ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હોટલના પાર્ટનર પર હુમલો અને તોડફોડ અંગે આક્ષેપ કરાયો છે કે રૂમ લેવા માટે કોઈ જમાદાર અધિકારી સાથે પરત ફર્યા હતા. ત્યારબાદ પાંચ જેટલા શખ્સોએ ગેસ્ટ હાઉસ માલિકને પોલીસને કેમ રૂમ આપતા નથી કહી હુમલો કર્યો હતો. જેને પગલે હોટલ માલિકે ચાર શખ્સો સામે સેકટર-૨૧ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી છે. બનાવની મળતી વિગત મુજબ ગાંધીનગર શહેરના સેકટર-૨૭ સ્વÂસ્તક સોસાયટીમાં રહેતા મહેશભાઈ ચૌધરી (ઉં.વ.૪૫) ભાગીદારો સાથે સેકટર-૧૬ માં હોટલ દાદીસા અને કેપીટલ ગેસ્ટ હાઉસ ચલાવે છે. સે-૨૧ પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદ મુજબ રાત્રે સાડા આઠ વાગ્યાના અરસામાં કેપીટલ ગેસ્ટ હાઉસના રૂમ બોયનો ફોન આવ્યો હતો. જેને સેકટર-૨૧ પોલીસ સ્ટેશનના જમાદાર સાથે વાત કરાવી હતી.
જમાદારે બહારથી આવેલા પોલીસ અધિકારીને રહેવા માટે સગવડ કરવાની વાત કરતા તેમણે ઓફિસ બોય ને એક હજારના બે રૂમ આપવાનું કહ્યું હતું. પરંતુ જમાદાર અને અધિકારી ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગણતરીના મિનિટોમાં ઓફિસ બોયનો ફોન ફરીવાર આવ્યો હતો. અને કહ્યું હતું કે કેટલાક શખ્સો ગેસ્ટ હાઉસમાં બિભત્સ શબ્દો બોલે છે. જેને પગલે ફરીયાદી ત્યાં પહોચતા તેમાં રહેલા એક શખ્સે હું કોલવડાનો છું અને તમે પોલીસના પૈસા કેવી રીતે માંગો છો અને રહેવા માટે રૂમ કેમ આપતા નથી કહી ચાર જેટલા શખ્સોએ ફરીયાદી પર હુમલો કરીને ધમકી આપતા જણાવ્યું હતું કે પોલીસ સાથે કોઈ માથાકુટ કરી તો જીવતા નહી જવા દઈએ. ત્યારબાદ ફરીયાદી સિવિલ હોÂસ્પટલ ખાતે સારવાર માટે ગયા હતા તે સમયે શખ્સોએ કેપીટલ ગેસ્ટ હાઉસના દરવાજા, કાઉન્ટર પરના કાચ, લેપટોપ, ટીવી સહિતને નુકશાન પહોંચાડ્યું હતું. બનાવ અંગે સે-૨૧ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ શરુ કરી છે.