ટીમ ઈન્ડિયામાં જૂથવાદ..!! ખેલાડીઓ રોહિત અને કોહલીના ગ્રૂપમાં વહેંચાઈ ગયા છે

ન્યુ દિલ્હી,
વિશ્વકપની સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડના હાથે ટીમ ઈન્ડિયાની કારમી હાર બાદ એવી વિગતો સપાટી પર આવી છે કે, ટીમ ઈન્ડિયામાં ભારે જૂથવાદ ચાલી રહ્યો છે. ટીમના ખેલાડીઓ રોહિત શર્મા ગ્રુપ અને વિરાટ કોહલી ગ્રુપ એમ બે જૂથમાં વહેંચાઈ ગયા છે. વર્લ્ડકપ દરમિયાન પણ આ બંને જૂથના ખેલાડીઓ વચ્ચે ખટરાગ સર્જાયો હતો.
એક અખબારે કરેલા દાવા પ્રમાણે રોહિત શર્મા ગ્રુપના ખેલાડીઓને કોહલી અને કોચ શાસ્ત્રીના સંખ્યાબંધ નિર્ણયો ગમ્યા નહોતા. રોહીત શર્માએ સંખ્યાબંધ વખત આ માટે નારાજગી પણ વ્યક્ત કરી હતી. જેના કારણે બંને ગ્રુપ વચ્ચે મતભેદો વધી ગયા હતા.
સેમી ફાઈનલની હાર બાદ તો રોહિત શર્માના ગ્રુપે વિરાટ કોહલીને કેપ્ટન તરીકે હટાવવાની માંગણી પણ કરી હતી. સેમીફાઈનલમાં મહોમ્મદ શામીને અંતિમ ઈલેવનમાં સ્થાન નહી આપવાના કારણે રોહિત શર્મા જૂથના ખેલાડીઓ નારાજ હતા. શમીએ વર્લ્ડકપમાં પ્રભાવશાળી દેખાવ કરીને ૧૪ વિકેટો ઝડપી હતી. જાડેજાને નજરઅંદાજ કરવાના મુદ્દે પણ કોહલી અને રોહિત વચ્ચે મતભેદો હતા.
વેસ્ટઈન્ડિયા પ્રવાસ માટે પહેલા કહેવાતુ હતુ કે, કોહલીને આરામ અપાશે અને રોહિત શર્મા વન ડે ટીમનો કેપ્ટન બનશે. કારણકે અગાઉ પણ રોહિત શર્મા ટીમની કમાન સંભાળી ચુક્્યો છે. એવુ મનાય છે કે, જા રોહિત શર્માની આગેવાનીમાં ટીમ સારો દેખાવ કરતી તો રોહિતની કેપ્ટનશિપના દાવાને વધારે સમર્થન મળતુ. આવા સંજાગોમાં કોહલીએ કેપ્ટનશિપ કરીને રમવાનુ પસંદ કર્યુ છે.