હારીજ નગર પાલિકાની ૧ થી ૬ વોર્ડની ચૂંટણીમાં મતદારોને રીઝવવા રાજકીય પક્ષોની મથામણ..

હારીજ નગર પાલિકાની ૧ થી ૬ વોર્ડની ચૂંટણીમાં મતદારોને રીઝવવા રાજકીય પક્ષોની મથામણ…
વહીવટી શાશન સમયગાળામાં ભૂગર્ભ ગટર,પીવાના પાણી, વરસાદી પાણી ,છેવાડાના શેરી મહોલ્લા વિસ્તારોમાં અપૂરતું પાણી મુખ્ય માર્ગો પર ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતા ઠેરઠેર કાદવ કીચડ સહિતની પાયાની સમસ્યાઓ વચ્ચે દરેક પક્ષોના ઉમેદવારો દરેક વોર્ડના મતદારોને રીઝવવા દોડધામ કરી રહ્યા છે.આગામી ૧૬ તારીખે હારીજ નગર પાલિકા વોર્ડ 1 થી 6 ની ચૂંટણી યોજવા જઈ રહી છે ભાજપ કોંગ્રેસ, આપ ,અપક્ષ પાર્ટીના ઉમેદવારો મેદાને ઉતરતા રાજકીય ગરમાવા વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે.
છેલ્લા બે વર્ષના વહીવટી સાશન દરમિયાન પાયાની સુવિધાઓ નગરમાં અભાવ જોવા મળી રહ્યો છે
ભૂગર્ભ ગટર,પીવાના પાણીની સમસ્યા, મુખ્ય માર્ગો પર કાદવ કીચડ, દુર્ગન્ધ યુક્ત પાણી,રખડતા ઢોરની સમસ્યાથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
પાયાની સમસ્યાને લઈ પાલિકાથી પાર્લામેન્ટ સુધી અનેક લેખિત રજૂઆતો છતાં નગરજનોને પારાવાર મુશ્કેલી વેઠી રહ્યાં છે.
તાજેતરમાં પાલિકાની ચૂંટણીને લઈ તમામ પક્ષના ઉમેદવારો મતદારોના દ્વારા ખખડાવી મત માટે ડોર ટુ ડોર પ્રચારમાં લાગી ગયા છે.એક તરફ પ્રીતષ્ઠા નો જંગ બીજી તરફ મતદારો પાયાની સુવિધાથી વંચિત હવે જોવું રહ્યું કે નગરજનો કેવા ઉમેદવારોને હારીજ નગર પાલિકાની સુકાન સોપાશે.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300