ઉના ગીર સોમનાથ જિલ્લા કોળી સમાજનો સરસ્વતી સન્માન સમારોહ

સુરત મારૂતિ ચોક કોળી સમાજ ની વાડી ખાતે ઉના ગીર સોમનાથ જિલ્લાના કોળી સમાજના સંયુક્ત ઉપક્રમે કર્મભૂમિ સુરત મુકામે તેજસ્વી તારલાઓના સન્માન સ્મોરોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં સફળ પ્રતિભાઓનું સન્માન એવમ સત્કાર કરવાનું કોળી સમાજના આગેવાનોએ આયોજન કર્યું હતું જેમા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી સહિત ના સંતો એ આશીર્વાદ પાઠવ્યા ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પોતા માં રહેલ પ્રતિભા નું સુંદર દર્શન કરાવ્યું હતું બાળકોના વાલીઓ ઉજ્જવલ કારકિર્દી માટે પોતા ના સંતાનો ને કેળવણી આપવા તત્પર બને તેવી સંતો એ ટકોર કરી પૂર્વભૂમિકા રૂપે મંચસ્થ આગેવાનોએ શુભકામના પાઠવી તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવાના સુંદર અવસરની સરાહના કરી આયોજક યુવા કાર્યકર સમાજના શુભ ચિંતક શ્રી દિનેશભાઇ રાઠોડ લખનભાઈ કોટડીયા ભીખુભાઈ રાઠોડ ભરતભાઇ કામળિયા અભયભાઈ રાઠોડ સહિતના યુવાનોની મહેનતને બિરદાવી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી.
એકવીસમી સદીના યુગ પરિવર્તન નિમિત્તે કોળી સમાજની પ્રતિભાઓ રાષ્ટ્ર માં કલ્પના ના વિભાવ મા કામગિરી કરો યોગદાન આપી અવલ્લ દરજ્જો પ્રસ્થાપિત કરે એવા આશીર્વાદ સાથે ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ શુભેચ્છા પાઠવી વરસાદના થોડા વિઘ્ન વચ્ચે પણ કોળી સમાજે સ્થિર પ્રજ્ઞ બની સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી નું મનનીય વક્તવ્ય સાંભળ્યું હતું સમાજ સુખી બને ઉન્નત મસ્તક ગૌરવ લઈ સુખ ના નિર્માણ માટે ના પ્રવાહમાં પોતાનું યોગદાન આપતા ગીર સોમનાથ ના કોળી સમાજના પૂર્વજોના સંસ્કારને મૂર્તિમંત કરવા માટે હંમેશા વચનવ્રત રહી કામ કરતા સમાજના શુભચિંતકો ની સરાહના કરતા સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ ખૂબ ખુશી વ્યક્ત કરી સમાજના શિક્ષણ સંગઠન અને સેવા માટે સમર્પિત યુવાનો થી પ્રભાવિત થયા હતા શિક્ષણ માટે અગ્રેસર યુવાનો દ્વારા તેજસ્વી તારલા ના સન્માન સમારોહમાં સમાજના અનેકો અગ્રણી ઓ સામાજીક શેક્ષણિક સ્વૈચ્છિક સંસ્થા ઓ સેવારતી અગ્રણી ઓ ની વિશેષ હાજરી માં ઉના ગીર સોમનાથ કોળી સમાજ નો સરસ્વતી સન્માન સમારોહને ભવ્ય સફળતા મળી હતી.