‘પાક. ક્રિકેટર ઇમામ ઉલ હક વૂમનાઇઝર છે’, સોશિયલ મિડિયા પર ચેટ વાયરલ

લાહોર,
તાજેતરના વર્લ્ડકપમાં કંગાળ દેખાવ કરનારા પાકિસ્તાની ક્રિકેટર ઇમામ ઉલ હકને ઘણી યુવતીઓ સાથે અફેર હતો અને એ ઘણી યુવતીઓને દગો આપી ચૂક્્યો છે એવું જણાવતી એક વ્હોટ્સ એપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી. આ સાથે કેટલાક સ્ક્રીનશોટ્સ પણ વાઇરલ થયા હતા. મિડિયા રિપોર્ટ મુજબ એક ટ્વીટર યુઝરે વ્હોટ્સ એપ ચેટ લીક કર્યો હતો. એમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઇમામ ઉલ હકને સાત આઠ મહિલાઓ સાથે લગ્નબાહ્ય સંબંધો હતા અને ઇમામે આ તમામ યુવતીઓનો ઉપયોગ કરીને પછી એમને દગો આપ્યો હતો. ઇમામ આ યુવતીઓને એમ કહેતો હતો કે એ સિંગલ છે. હકીકતમાં એ પરણેલો છે. પરંતુ એ ખોટું બોલીને આ રીતે યુવતીઓને છેતરતો રહ્યો હતો.ટ્વીટર યુઝરે એવો દાવો કર્યો હતો કે આ યુવતીઓએ મને ઇમામનો સંપર્ક કરી આપવાની વિનંતી કરી હતી. સ્ક્રીન શોટ્સમાં ઇમામ એક યુવતીને હાય બેબી કહીને સંબોધી રહ્યો છે તો બીજી યુવતી સાથે બ્રેકપની વાત કરી રહ્યો છે.