શાળાઓમાં ફી વધારાના વિરોધમાં એફઆરસી કમિટી ઓફિસે વાલી મંડળે રજૂઆત કરી

સુરત,
ખાનગી શાળાઓમાં ફી વધારાના મામલે વાલી મંડળ દ્વારા ઘણા સમયથી સંઘર્ષ ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે વાલી મંડળ દ્વારા વિરોધ પ્રદર્શનના ભાગરૂપે પોલીસ પાસે ધરણાની પરવાનગી માંગવામાં આવી હતી. જા કે ઉમરા પીઆઈ દ્વારા મધ્યસ્થી કરીને વાલીમંડળ અને એફઆરસીને સામ સામે રાખી રજૂઆતો કરવામાં આવી હતી. બાદમાં વાલી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ડીઈઓની તપાસના રિપોર્ટ અધૂરા હતા. સાથે જ અમે આપેલા પુરાવા પણ રિપોર્ટમાં નહોતાં. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓ સામે કરવામાં આવેલ તપાસ રિપોર્ટ અધૂરા અને વાલીઓ દ્વારા દસ્તાવેજ રજૂ કરાયા છતાં પણ વિષય બહારની તપાસ રિપોર્ટ એફઆરસીને સોંપાયા હતાં. સાથે એફઆરસી દ્વારા પણ શાળાઓ વધુ ફી લે છે તે દર્શાવવા છતાં ડીઈઓની તપાસ ટીમમાં અધિકારીઓ એ સંચાલકોને છાવરવાની વૃત્તિ કરેલી નજરે પડી હોવાનું વાલી મંડળે જણાવ્યું હતું. વાલીઓ એ જે પ્રુફ આપ્યા એનો રિપોર્ટ ડીઈઓ દ્વારા અપાયો જ નથી. જેથી અમને ડીઈઓની તપાસ ટિમ અને એમના ઇન્સ્પેક્ટરોની તપાસ પર શંકા ઉપવાજતી હોવાનું વાલીમંડળે જણાવ્યું હતું. એફઆરસીએ ૧૧ શાળાઓને નોટિસ આપી છે જેથી વાલી મંડળ પાસે વધુ ૧૦ દિવસનો સમય માંગવામાં આવ્યો છે. આ સમયાવધિ બાદ વાલી મંડળ દ્વારા આગામી કાર્યક્રમ નક્કી કરવામાં આવશે તેમ વધુમાં જણાવવામાં આવ્યું હતું.