વિરાટ સાથે મતભેદ થતા રોહિત શર્માએ અનુષ્કાને અનફોલો કરી દીધી..?!!

ન્યુ દિલ્હી,
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્મા વચ્ચે મતભેદના સમાચાર સતત સામે આવી રહ્યા છે. વર્લ્ડ કપ ૨૦૧૯માં સેમિ ફાઇનલમાં હાર બાદ સતત આવા સમાચાર સામે આવી રહ્યા છે. જાકે, આને લઈને વિવિધ સમિતિઓએ પણ કહ્યું છે કે આ વાત ફક્ત અફવા છે. બંને ખેલાડીઓએ આને લઈને કોઈ જ નિવદેન નથી આપ્યું. લોકો ભલે આને અફવા માની રહ્યા હોય પરંતુ રોહિત શર્માના તાજેતરના એક પગલાંથી આ અફવાને બળ મળ્યું છે.એક અહેવાલ પ્રમાણે રોહિત શર્માએ વિરાટ કોહલીની પત્ની તેમજ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી છે. રોહિત શર્માએ ઘણા સમય પહેલા જ વિરાટ કોહલીને અનફોલો કરી દીધો છે. આ સમયે બંને વચ્ચે અણબનાવના સમાચારો વહેતા થયા હતા. જ્યારે વિરાટ કોહલી હજુ પણ રોહિત શર્મા અને તેની પત્ની રિતિકાને ફોલો કરે છે, જેના કારણે મૂંઝવણની સ્થિતિ ઉભી થઈ છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે શું વાસ્તવમાં રોહિત શર્માએ બંનેને અનફોલો કરી દીધા છે? શું રોહિત કયારેક તેનો ફોલો કરતો હતો કે પછી આ બધી અફવા છે? જે પણ હોય, આ બંને સવાલોના જવાબો તો બંને ખેલાડીઓ જ આપી શકે.