પીસીબીએ બાસિત અલીને કોચિંગ સ્ટાફનો ભાગ બનાવવાથી ઇન્કાર કર્યો

કરાંચી,
વર્લ્ડ કપ ૨૦૧૯ દરમિયાન ઇંગ્લેન્ડ સામે જાણી જાઈ હારવાનો આરોપ ભારત પર લગાવનાર પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર બાસિત અલી હાલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(પીસીબી)ની કાર્યવાહીનો કરી રહ્યો છે. પીસીબીએ અલીને કોચિંગ સ્ટાફનો ભાગ બનાવવાથી ઇન્કાર કર્યો છે. એમ મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે. એક ખાનગી મીડિયા રિપોર્ટ મુજબ પીસીબીના ચેરમેન એહસાન મનીએ જણાવ્યું કે,‘અમે વર્લ્ડ કપ દરમિયાન તેમના નિવેદનને લઇ નારાજગી વ્યક્ત કરી હતી. તેઓ પીસીબીના કર્મચારી નથી. તેમ છતાં અમે અમારી વાત સ્પષ્ટ કરી.’ ૪૮ વર્ષીય અલી તાજેતરમાં જૂનિયર સિલેક્શન કમિટીનો અધ્યક્ષ બન્યો હતો. તેઓ કરાચીમાં પીસીબી ટીમને પાર્ટ ટાઇમ કોચિંગ આપતો હતો. જાકે બીજી તરફ આ વિશે જ્યારે બાસિત અલીથી પૂછવામાં આવ્યું તો તેને કહ્યું કે હાલ તેને પીસીબી તરફથી એવો કોઈ પત્ર મળ્યો નથી.મીડિયા રિપોર્ટમાં જણાવ્યા મુજબ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલી અને સિકંદર બખ્તે પાકિસ્તાનના એક ટીવી ચેનલ પણ વર્લ્ડ કપ ટુર્નામેન્ટને લઈ એક વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમને કહ્યું કે ભારત કયારે નહીં ઇચ્છે કે પાકિસ્તાન વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચે. તેથી ટીમ ઈન્ડિયા જાણી જાઈને ખરાબ પ્રદર્શન કરી શકે છે. પાકિસ્તાન ફાઇનલ સુધી ન પહોંચે તે માટે શ્રીલંકા અને બાંગ્લાદેશ સામે જાણી જાઈને ભારત મેચ હારી શકે છે.