બાળલગ્ન નાબુદી, જવાબદારી સૌની” વિષય ઉપર સેમિનાર

બાળલગ્ન નાબુદી, જવાબદારી સૌની” વિષય ઉપર સેમિનાર
Spread the love

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ

આજરોજ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની પ્રાંત કચેરી, બાયડ ખાતે જિલ્લા સમાજ સુરક્ષા તથા બાળ સુરક્ષા એકમ, અરવલ્લીના સંકલનથી “બાળલગ્ન નાબુદી, જવાબદારી સૌની” વિષય પરમાન. પ્રાંત અધિકારીસહ આસી. કલેકટરશ્રી, બાયડની અધ્યક્ષતામાં એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુંુઁ જેમાંબાયડ તાલુકા પંચાયત પ્રમુખશ્ચે,રમેનશ્રી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી-અરવલ્લી, આસિસ્ટન્ટ ટીડીઓ,જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી, અરવલ્લી, આસી. પ્રોફેસર શ્રીમતી ઉષાબેન એમ. રાઠોડ, શ્રી કે.એચ. પટેલ કોએમ. એડ. કોલેજ-મોડાસા,Success Resource Foundation ના ડાયરેક્ટર-હિંમતનગર, સભ્ય ચાઈલ્ડ વેલ્ફેર કમિટી-અરવલ્લી, બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ તથા તાલુકા પંચાયતના તલાટીશ્રી અને સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા. બાયડ પ્રાંતઅધિકારીએ બાળકોના ઉછેર વિશે કહ્યું હતું કે બાળકનો  ઉછેર એવી રીતે કરો કે તેના સપના સાકાર કરવા પોતે હિંમત અને ખંતથી મહેનત કરે અને પોતાની સપનાની દુનિયા સાચી સાબિત કરે.જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીએ સમાજમાં બાળલગ્ન અટકાવવા અંગે સમજણ આપી હતી. આજુબાજુના ગામમાં કોઈ પણ સમાજમાં બાળલગ્ન થતા જાણવા મળે તો તેને રોકવા માટે હાકલ કરી હતી તેમજ આસી. પ્રોફેસર શ્રીમતી ઉષાબેન એમ. રાઠોડ દ્વારા જે.જે. એક્ટ અને પોક્સો એક્ટની જોગવાઈ વિશે વિસ્તૃતસમજણ આપવામાં આવી હતી અને બાળલગ્ન રોકાવી સારા કામમાં ભાગીદાર થવા લોકોને આગ્રહ કરવામાં આવેલ. ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેનશ્રીએ કહ્યું કે બાળકોને નાની ઉંમરમાં લગ્ન કરવાથી તેમના અભ્યાસ પર માઠી અસર પડે છે અને તેનો શારીરિક વિકાસ અટકે છે. બાળક નાની ઉંમરે મા-બાપ બનતા બાળકો ખામીયુક્ત, કુપોષિત અને દિવ્યાંગ જન્મે છે. કેટલાક બાળકોનું મરણ પણ થાય છે. આવી ઘટનાઓ રોકવા માટે બાળલગ્ન અટકાવવા ખુબજરૂરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!