શામળાજી કટારા કોલેજના છાત્રો દ્વારા હૂબહૂ દૃશ્યો ઉભા કરી કારગિલ વિજય દિવસ મનાવ્યો

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
દેવગદાધર ભગવાન શામળિયાના પાવન ધામમાં આવેલ અરવલ્લીની ગિરિમાળાઓની વચ્ચે હરણફાળ ભરી રહેલ શ્રી કલજીભાઈ.આર.કટારા આર્ટ્સ કોલેજ શામળાજીમાં ૨૬ જુલાઈ સમગ્ર ભારત વર્ષમાં કારગીલ વિજય દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે NCC ઓફિસર ડૉ.હેમંત પટેલે કોલેજના પ્રિન્સીપાલ ડૉ.અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ NCC કેડેરસ દ્વારા વિવિધ દેશભક્તિ અભિવ્યક્તિ કૃતિઓ રજુ કરી.કારગીલ યુદ્ઘ મેદાન તથા વિજયબાદ આનંદોલ્લાસનો માહોલ સ્ટેજ પર ઉપસ્થિત પ્રેક્ષકો સમક્ષ ખડુ કરી દીધું હતું.
પ્રારંભ પૂર્વ NCC ઓફિસર ડૉ.અશોકભાઈ યાદવે કારગીલ યુદ્ધ અંગેની છણાટપૂર્વક માહિતી પ્રસ્તુત કરી તમામને કારગીલ એટલે શુ? તેનું યુદ્ધ,ભારતનો ભવ્ય વિજય અંગેની ગાથાથી અવગત કર્યા હતા. અંતમાં વિદ્યાર્થીઓ સમક્ષ “યુરી” સર્જિકલ સ્ટ્રાઈક મુવી દ્રશ્યમાન કરી સમગ્રમાં દેશદાઝની ભાવના જાગૃત કરેલ.સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં NCC કેડેરસ.વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળતા બક્ષી હતી.