રીટાયર્ડ થયા પછી યુવીની પહેલી ઇનિંગમાં ધબડકો, ૨૭ બોલમાં માત્ર ૧૪ રન..!!

રીટાયર્ડ થયા પછી યુવીની પહેલી ઇનિંગમાં ધબડકો, ૨૭ બોલમાં માત્ર ૧૪ રન..!!
Spread the love

ન્યુ દિલ્હી,
ટીમ ઈન્ડિયાનો ધમાકેદાર બેટ્‌સમેન યુવરાજ સિંહ છેલ્લા કેટલાક સમયથી ટીમની બહાર છે. આઇપીએલમાં છેલ્લી ત્રણ સિઝનમાં નિરાશાજનક પ્રદર્શન પછી યુવરાજે આખરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. આ સાથે જ યુવરાજે બીસીસીઆઇએ વિદેશી ક્રિકેટ લીગ મેચ રમવાની પરવાનગી માગી હતી. જાકે ગુરુવારે યુવરાજના ચાહકોને ભારે નિરાશા થઈ છે. ગ્લોબલ ટી-૨૦ કેનેડા લીગની પહેલી મેચમાં યુવરાજ મોટી ઇનિંગ નહોતો રમી શક્્યો અને આઉટ ન થયો હોવા છતાં પેવેલિયન ભેગો થઈ ગયો હતો.
આ મેચમાં યુવરાજ ગ્લોબલ ટી૨૦ કેનેડા લીગમાં ટોરેન્ટો નેશનલ્સ તરફથી રમી રહ્યો હતો. યુવરાજની ટીમ પહેલા બેટિંગ કરી રહી હતી. આ ટીમે પહેલી ઇનિંગમાં ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકસાનમાં ૧૫૯ રન બનાવ્યા હતા. આના જવાબમાં વૈંકોવર નાઇટ્‌સની ટીમે નિર્ધારીત લક્ષ્ય માત્ર ૧૮ ઓવરમાં બે વિકેટ ગુમાવીને મેળવી લીધું હતું. આ મેચમાં ક્રિસ ગેઇલ માત્ર ૧૨ રન બનાવી શક્્યો હતો.
ટોરેન્ટો નેશનલ્સની તરફથી રોડ્રિગો થોમસ ૪૧ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. આ સમયે યુવરાજ પાસે પોતાની પ્રતિભા દેખાડવાની તક હતી પણ તે આનો ઉપયોગ ન કરી શક્્યો. યુવરાજે શરૂઆતમાં સંભાળીને રમવાની શરૂઆત કરીને ૨૬ બોલમાં ૧૪ રન બનાવી લીધા હતા. આ સમયે એક બોલમાં યુવરાજે સ્ટમ્પની અપીલ થતા પહેલાં જ પેવેલિયન પરત ફરી જવાનું નક્કી કર્યું હતું. હવે યુવરાજની ટીમ ટોરેન્ટો નેશનલ્સની આગામી મેચ શનિવારે ૨૭ જુલાઈએ એડમંટન રોયલ્સ સાથે થશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!