વિરમગામની કે.બી.શાહ સ્કુલમાં વિદ્યાર્થીઓની પ્રતિભા ખીલે તેવા કાર્યક્રમ રજૂ કરાયા

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
વિરમગામ ખાતે આવેલ કે બી શાહ સ્કુલ માં ધણા સમય થી નવીનતમ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, દર શનિવારે પ્રાર્થના બાદ હળવી કસરત બાદ વિદ્યાથીઓમા રહેલ પ્રતિભા ને બહાર લવવા માટે અનોખુ આયોજન કરવામાં આવે છે. જેમ વિર્ધાથીઓ તેમની મનગમતી બાબત , સંગીત ,હાસ્ય કે અન્ય વિષય ઉપર પોતાની રજુઆત કરી રહ્યા છે. જેમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના ઝોન પ્રભારી હરીશભાઇ મચ્છર ને મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં અને સરકાર ની વિવિધ યોજનાઓ ની સંપુર્ણ માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે પુર્વ રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ જી ની પુણ્યતિથિ હોય મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શનિવારે કારગીલ વિજય દિવસ હોય તે પ્રસંગ ને ટાકી દેશ ની બોર્ડર પર ગયા વગર પણ દેશ સેવા કરી શક્યા તેના ઉદાહરણ આપ્યા હતા.