વાહન ચોરી તથા ચેઇન સ્નેચીંગ તથા લુંટના ગુન્હાના આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી વડનગર પોલીસ….

રાજેશ યોગી… મહેસાણા…
મહેસાણા પોલીસ અધિક્ષકશ્રી નિલેષ જાજડીયા સાહેબ નાઓએ મહેસાણા જીલ્લામાં બનતા ચોરીના બનાવો ઉપર અંકુશ લાવવા વણશોધાયેલ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સૂચનાઓ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.બી.વ્યાસ નાઓના માર્ગદર્શન હેઠળ અમો તથા પ્રો.પો.સ.ઇ આર.એસ.દેવરે તથા અ.હેઙ.કોન્સ જયેશકુમાર માનસંગભાઇ બ.નં.૨૭૧ તથા અ.પો.કો ચતુરજી ખુમાજી બ.નં- ૧૦૬૪ તથા આ.પો.કો ભગવાનભાઇ રામજીભાઇ બ.નં- ૧૨૫ તથા આ.પો.કો હસમુખભાઇ તુફાનભાઇ બ.નં- ૧૬૪ એ રીતેના વડનગર પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી ડ્રાઇવ લગત પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ હકીકત આધારે ફુડ પેરેડાઇઝ ચાર રસ્તા પાસે વિસનગર તરફથી એક રાખોડી કલરનું એકટીવા લઇ આવેલ રાજેશ દશરથભાઇ રણછોડભાઇ ભોઇ રહે. નારોલ ગામ સરણીયાવાસ ભારતનગરની બાજુમાં નારોલ અમદાવાદ તા.જી- અમદાવાદ વાળાઓ એકટીવા બાબતે કોઇ સંતોષકારક જવાબ ન આપી શકતાં તેમજ અંગ જડતીમાંથી મળેલ પીળી ધાતુના દોરા બાબતે પણ કોઇ સંતોષકારક જવાબ ન આપી શકતાં સી.આર.પી.સી ક. ૪૧(૧)ડી મુજબ આજ રોજ ક. ૧૮/૧૫ વાગે અટક કરી યુકતિ પ્રયુક્તિથી પુછપરછ કરતાં વિવિધ પો.સ્ટે.ના ગુન્હાની કબુલાત કરેલ છે.
(૧) ગઇ તા- ૨૩/૦૭/૧૯ ના રોજ મહેસાણા એરોડ્રામની નજીક આવેલ દ્રારકાપુરી ફલેટમાંથી એક એકટીવા જેનો રજી નં- જીજે.૦૨.સી.એફ.૧૪૭૧ તથા એન્જીન નંબર JF50EU3143773 તથા ચેચીસ નંબર ME4JF505EGU143802 નો છે. જે ચોરી કરેલ છે. જે કબજે કરેલ છે. જે અંગે મહેસાણા શહેર બી.ડીવી. પો.સ્ટે ફ.ગુ.ર.નં-૧૧૩/૧૯ ઇ.પી.કો ક. ૩૭૯ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
(૨) આશરે બે માસ અગાઉ આંબેડકર બ્રીજ મહેસાણાની બાજુમાં આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટીમાંથી એક દુકાનવાળા બેનના ગળામાંથી સોનાનો દોરો તોડેલ છે. જે તુટેલી હાલતમાં કબજે કરેલ છે. જે અંગે મહેસાણા શહેર એ.ડીવી. પો.સ્ટે ફ.ગુ.ર.નં- ૮૧/૧૯ ઇ.પી.કો ક. ૩૭૯ (એ),૩ મુજબનો ગુન્હો દાખલ થયેલ છે.
(૩) ગઇ તા- ૨૧/૦૭/૧૯ ના રોજ એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર કાળા કલરનું જેનો નં- જીજે.૨૭.જે.૧૪૭૦ નું સત્યમનગર રો હાઉસ સરણીયાવાસની સામે શાહવાડી નારોલ અમદાવાદથી ચોરી કરેલ છે.
(૪) આશરે દોઢેક માસ અગાઉ વસ્ત્રાપુર એસ.જી હાઇવે પરથી એક મોપેડ ચાલક બેનનું પર્સ છીનવી લીધેલ જે ગુન્હામાં નાસતો ફરતો છે. જે અંગે અમદાવાદ શહેર વસ્ત્રાપુર પો.સ્ટે. ફ.ગુ.ર.નં-૧૧૭/૧૯ ઇ.પી.કો ક. ૩૯૨, ૧૧૪ મુજબના ગુન્હો દાખલ થયેલ છે.
આમ વડનગર પોલીસને ત્રણ ગુન્હાઓ મુદ્દામાલ સાથે શોધવામાં તથા એક ગુન્હામાં નાસતો ફરતો આરોપી પકડવામાં સફળતા મળવેલ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં વડનગર પોલીસની કામગીરી સરાહનીય રહી છે…