અશ્વિનભાઈ એ પટેલ કામર્સ કાલેજ દ્વારા બ્રહ્માણી કૃપા હાલ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ફ્રેશર્સ કાર્યક્રમ

ગાંધીનગર,
અશ્વિનભાઈ એ પટેલ કામર્સ કાલેજ દ્વારા બ્રહ્માણી કૃપા હાલ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે એક ફ્રેશર્સ કાર્યક્રમ ‘અભિવ્યક્તિ’નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની પ્રતિભા પિછાણીને ૧૪ વિદ્યાર્થીઓને ફાઈનલ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ સંગીત, નૃત્ય, ક્લે મોડેલિંગ, ક્રાફ્ટ, સ્કેચ જેવી સ્કીલ પ્રસ્તુત કરી હતી. નિર્ણાયકોએ પ્રશ્નો દ્વારા તેમની કસોટી કરી હતી. મિસ ફ્રેશર તરીકે પરિતા ચૌહાણ અને મિસ્ટર ફ્રેશર તરીકે તીર્થ પંડ્યાની પસંદગી કરવામાં આવી હતી. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે બેસ્ટ ડ્રેસ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી, જેમાં ૩૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બહેનોના વિભાગમાં શાલ્વી દસાડીયા અને ભાઈઓના વિભાગમાં તીર્થ પંડ્યા વિજેતા બન્યા હતા. કાલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન અને સંચાલન આચાર્ય ડા. વિજ્ઞા ઓઝાના માર્ગદર્શન હેઠળ ડા. નીના ગણેશન અને પ્રા. ઋચિ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું હતું.