ડીપીઍસ ખાતે છાત્ર પ્રતિનિધિ પદવીદાન

ગાંધીનગર,
પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ દિલ્હી પબ્લિક સ્કૂલ, ગાંધીનગર ખાતે છાત્ર પ્રતિનિધિ પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આસી. કમિશનર આૅફ પોલીસ (મહિલા પોલીસ સૅલ, ક્રાઇમ બ્રાન્ચ) કે. મીની જાસેફ મુખ્ય અતિથિ તરીકે પધાર્યા હતા. સમારોહ અંતર્ગત હેડ બોય, હેડ ગર્લ, સાંસ્કૃતિક મંત્રી, ખેલમંત્રી વગેરે પદવીઓ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે દિલ્હી પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી અપૂર્વ ગોયન્કા, ટ્વિંકલ ગોયન્કા અને ડિરેક્ટર રાની ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતાં. આચાર્ય અતનુ રથે સમારોહના અંત ભાગમાં શિક્ષકો અને વાલીઓ પ્રતિ આભારની લાગણી પ્રગટ કરતાં જણાવ્યું હતું કે છાત્રજીવનમાં જવાબદારી વહન કરવાની આદત કેળવાય તે ભવિષ્યના દેશના નાગરિક માટે ખૂબ જ મહત્વની બાબત છે.