જિલ્લા કક્ષાનો સાયન્સ સૅમિનાર યોજાયો

ગુજરાત કાઉન્સિલ આૅન સાયન્સ ઍન્ડ ટૅકનોલાજી પ્રેરિત નિસર્ગ સાયન્સ સૅન્ટર દ્વારા ગાંધીનગર જિલ્લાની શાળાઓ માટે શ્રીમતી આર જી પટેલ કન્યા વિદ્યાલય, સૅક્ટર-૨૩ ખાતે જિલ્લા કક્ષાના સાયન્સ સૅમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘પિરિયોડિક ટેબલ આૅફ કૅમિકલ ઍલિમૅન્ટ્સ ઃ ઇમ્પૅક્ટ્સ આૅન હ્યુમન વૅલફૅર’ (આવંત કોષ્ટકનાં રાસાયણિક ત¥વોની માનવકલ્યાણ પર અસર) વિષયે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના મુખ્ય મહેમાન તરીકે સરકારી વિજ્ઞાન કાલેજના પ્રાફેસર ઉમેશ તળપદા, પ્રદૂષણ નિયંત્રણ બાર્ડના પૂર્વ જનસંપર્ક અધિકારી નરેશભાઈ ઠાકર, આર જી પટેલ કન્યા વિદ્યાલયના આચાર્ય ગિતેષભાઈ પટેલ અને નિસર્ગ સાયન્સ સૅન્ટરના મૅનેજિંગ ટ્રસ્ટી ડા. અનિલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આસાયન્સ સૅમિનારમાં ગાંધીનગર જિલ્લાની જુદી જુદી શાળાઓના ૩૨ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાના વિચારો રજૂ કર્યા હતા. પ્રથમ ક્રમે ચંદ્રાંશુ દાસ (હિલવૂડ્સ સ્કૂલ), દ્વિતીય ક્રમે ક્રિશ પટેલ (સૅન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલ) અને તૃતિય ક્રમે વૃષ્ટિ જી પટેલ (સ્વસ્તિક હાઇસ્કૂલ, મોટેરા) વિજયી બન્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્રો આપી નવાજવામાં આવ્યા હતા. ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં. પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા સ્પર્ધકને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગાંધીનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિસર્ગ સાયન્સ સૅન્ટરના સંયોજક હાર્દિક મકવાણા અને શિવાંગ પટેલે સક્રિય સહયોગ પૂરો પાડ્યો હતો.