બામણવાડ ગામે સ્થાનિકોએ પ્રધાનમંત્રી કી મનકી બાત સાથે બેસીને સાંભળી

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લામાં આજે મહિનાના છેલ્લા રવિવારે નિયમિત આવતો પ્રધાનમંત્રી કી મનકી બાત કાર્યક્રમ મોડાસા તાલુકામાં બામણવાડ ગામે નવી વસાહતમાં સ્થાનિકોએ સાથે બેસીને સાંભળ્યો હતી. ઉલ્લેખનીય છે સંગઠન પર્વ 2019 અંતર્ગત જિલ્લામાં દરેક શક્તિકેન્દ્રોમાં આવતા ગામોનાં બુથ ઉપર ભાજપના સભ્ય નોંધણીની ઝુંબેશ ગત રવીવારથી આરંભાઈ હતી અને આજે રવિવાર સુધી વિસ્તારકો દ્વારા જે તે શક્તિકેન્દ્રોમાં સંપર્ક કરી ઓનલાઇન સભ્ય નોધણી કરવામાં આવી હતી દરમિયાન આજે મહિનાના છેલ્લા રવિવારે પ્રધાનમંત્રીની મનકી બાત સ્થાનિકો સાથે બેસીને સાંભળી હતી. મોડાસાના બામણવાડ ગામે નવી વસાહતમાં સ્થાનિકોએ સાથે બેસીને વિસ્તારક પ્રભુદાસભાઇ પટેલ ,ધનાભાઈ વણકર,વિનોદભાઈ પ્રણામી ,સંકેત પ્રણામી સહિતના સૌ મળી પ્રધાનમંત્રીની મનકી બાત સાંભળી હતી.એ અગાઉ વૃક્ષારોપણ કાર્યકમમાં વિસ્તારક પ્રભુદાસ પટેલ,ભોગીલાલ પટેલ,સરપંચ વાલજીભાઈ વણકર વગેરેએ વૃક્ષારોપણ કર્યું હતું.