કડી પાલિકા દ્વારા જાહેર કરેલ દબાણ હટાવ ઝુંબેશનો ફિયાસ્કો

કડી નગરપાલિકા દ્વારા અગિયાર મહિના પહેલા જાહેરમાર્ગો ઉપર નું દબાણ હટાવવાની કામગીરી થયી હતી પરંતુ રાજકીય દબાણવશ દબાણ હટાવવાની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી હવે ફરીથી અગિયાર મહિના બાદ નગરપાલિકા દબાણ દૂર કરવાની ઝુંબેશ સોમવાર થી ચાલુ કરવાની હતી અચાનક જ વેપારી મહા મંડળ જોડે ચર્ચા કરી દબાણ હટાવો ઝુંબેશ રદ કરી દેવામાં આવી. કડી શહેરના ગાંધીચોક,ગંજબજાર,સ્ટેશન રોડ,દેત્રોજ રોડ,કલાલ દરવાજા ,સહારા ગેસ્ટહાઉસ સહિત વિસ્તારના વેપારીઓ દ્વારા જાહેર માર્ગો ઉપર બાંધેલ ગેરકાયદેસર બાંધકામ જેમાં પગથિયાં,ઓટલા દૂર કરવામાં આવશે.જાહેર માર્ગો પર ગેરકાયદેસર બાંધેલ બાંધકામ ટ્રાંફિકને અડચણ રૂપ થાય છે તેથી ટ્રાંફિક ની સમસ્યાએ ગંભીર રૂપ ધારણ કરી લીધું છે. કડી માં ટ્રાંફિક સમસ્યા ગંભીર બનતા પાલિકા દ્વારા અગિયાર માસ પછી ફરીથી દબાણ હટાવો ઝુંબેશ સોમવાર થી ત્રણ દિવસ પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવનાર હતી જેમાં પાલિકાએ શહેરના મુખ્ય જાહેર માર્ગ પરની 400 થી વધુની મિલકતોને પટ્ટા દોરી માર્કિંગ કરી હદ નક્કી કરી દેવામાં આવી હોવાનું કડી નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ પાલિકા દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી ના લીધે દબાણ ઝુંબેશ ની કામગીરી બંધ રાખવામાં આવી હોવાનું પાલિકા ના ચીફ ઓફિસર નરેશ પટેલે જણાવ્યું હતું.