વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સાસણમાં પાંચ જિલ્લાની બેઠક

વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સાસણમાં પાંચ જિલ્લાની બેઠક
Spread the love

 

10મી ઓગસ્ટ નો દિવસ વિશ્વ સિંહ દિવસ ની તરીકે ઓળખાય છે અને આ દિવસ વન વિભાગ સાસણના ઉપક્રમે એશિયાટીક સિંહ જે જિલ્લામાં વિચરણ કરે છે તે જિલ્લાઓમાં આ દિવસની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવે છે.  આ સંદર્ભે આજે તા 28-7-19ને રવિવાર ના રોજ 5 જિલ્લાઓ ગીર સોમનાથ જુનાગઢ અમરેલી બોટાદ અને ભાવનગર ના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ઓ અને પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ઓ સહિત બી આર સી સી આર સી જિલ્લા સંયોજકો તાલુકા સંયોજક કોની એક સંયુક્ત બેઠક સાસણ ખાતે સિંહ સદન ઓડિટોરિયમમાં યોજવામાં આવી.

આ બેઠકના આરંભે પક્ષીવિદ સ્વ.લાલસિંહ રાઓલને શ્રધ્ધાંજલિ અપાઈ હતી.બાદમા સભાને સંબોધિત કરતાં વન વિભાગ સાસણના વડા ડો.મોહન રામે જણાવ્યું સિંહ આપણો સાથી તથા ગુજરાતનું ગૌરવ છે .તેથી તેની જાળવણી એ આપણી જાત ની જાળવણી સમાન છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી આપણે ખૂબ ઉલ્લાસપૂર્વક આપ સૌના સહયોગથી કરી રહ્યા છીએ્.આ દિવસની ઉજવણીએ અનેક નવા વિક્રમ પ્રસ્થાપિત કર્યા છે. તે બદલ શિક્ષણ વિભાગ અને વનવિભાગના સૌ કર્મીઓનો આભાર માનીએ એટલો ઓછો. ચાલુ વર્ષે પણ આપ ખૂબ ઉમદા ભાવથી સમર્પિત રીતે જોડાવ તેવી આપ સૌને અપીલ કરીએ છીએ.

આ કાર્યક્રમનુ સમગ્ર સંકલન,આયોજન શ્રી કરશનભાઈ વાળા એ કર્યું હતું.જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી બી એસ કૈલા, એમ.જી.પ્રજાપતિ તથા જિલ્લા સંયોજકો શ્રી તખુભાઈ સાંડસુર, રજનીકાંત ભટ્ટ, અજિતસિંહ ગોહિલ,રાકેશભાઈ ભાલીયા,  દિનેશભાઈ ગોસ્વામી, વિક્રમભાઈ ગઢવી અને મોટી સંખ્યામાં શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ જોડાયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!