તાલુકા હેલ્થ ઓફીસ ધંધુકા દ્વારા વિશ્વ હિપેટાઇટીસ દિવસ નિમિતે રેલી અને પપેટ શો

અમદાવાદ જિલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ અને તાલુકા હેલ્થ અધિકારી ડો. દિનેશ પટેલ નાં માર્ગદર્શન અનુસાર ધંધુકા તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા ધંધુકામાં વિશ્વ હિપેટાઇટીસ દિવસ ની ઉજવણી શ્રી ડી.એ.વિધ્યામંદિર ખાતે કરવામાં આવી, આ કાર્યક્રમમાં સપ્તધારા ની ટીમ દ્વારા હિપેટાઇટીસ (કમળો) અંગે પપેટ શો રજુ કરી જનજાગ્રુતિ કરવામા આવી હતી, આયુષ મેડીકલ ઓફિસર ડો. યોગેન્દ્ર રાઠોડ એ જ્ણાવ્યુ હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ૨૮મી જુલાઇએ વિશ્વ હિપેટાઇટીસ દિવસ નકકી કરવામાં આવેલ છે. ત્યારે ધંધુકા તાલુકા હેલ્થ ઓફિસ ના માધ્યમથી વિધ્યાર્થીઓ દ્વારા જન જાગ્રુતિ રેલી અને સપ્તધારા ના સાધક દ્વારા પપેટ શો નાટક દ્વારા ઉપસિથ્ત સૌને હિપેટાઇટીસથી બચવાના ઉપાયો, નિદાન, સારવાર અંગે વિસ્તુત માહિતિ આપવામાં આવી અને હિપેટાઇટીસ અંગે રજુ કરવામાં પપેટ શો વિધ્યાર્થીઓ માટે આકર્ષણનું કેંન્દ્ર બન્યું. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. દિનેશ પટેલ, આયુષ મેડીકલ ઓફિસર ડો. યોગેન્દ્ર રાઠોડ, ઇ.ચા.તાલુકા આઇ.ઇ.સી.ઓફિસર ગીરીશ સોલંકી, સપ્તધારા ટીમ અને મોટી સંખ્યા વિધ્યાર્થી અને શિક્ષકો એ ભાગ લીધેલ.